રાહુલે કહ્યું હતું કે, ભાજપ બંધારણને કચડી નાખવા માંગે છે, રાહુલની વધી શકે છે મુશ્કેલીઓ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
મહારાષ્ટ્ર ચૂંટણી માટે મતદાનના 9 દિવસ પહેલા ભાજપે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.
કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે સોમવારે કહ્યું કે રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં રેલીઓમાં ભાજપ વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાહુલે 6 નવેમ્બરની રેલીમાં કહ્યું હતું કે ભાજપ બંધારણને કચડી નાખવા માંગે છે. આ આરોપ પાયાવિહોણો છે. રાહુલ રાજ્યોને એકબીજા સામે ઉભા કરવાના પ્રયાસ કરે છે. તેમણે બંધારણના લીરેલીરા ઉડાવ્યા છે.
અમે ચૂંટણી પંચને કહ્યું છે કે આને રોકવું જોઈએ. રાહુલ ગાંધી આવા પાયાવિહોણા આક્ષેપો કરવા ટેવાયેલા છે. ચેતવણીઓ અને સૂચનાઓ છતાં પણ તેઓ આમ કરતા અચકાતા નથી. ઇગજની કલમ 353 હેઠળ રાહુલ સામે ઋઈંછ નોંધાવવી જોઈએ. કોંગ્રેસના એક પ્રતિનિધિમંડળે ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી મામલે સોમવારે ચૂંટણી પંચને ભાજપ સામે 8 ફરિયાદ કરી હતી. જેમાં ભાજપ પર સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપતી તસવીર શેર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ભાજપના ’એક્સ’ પર પોસ્ટ કરેલી તસવીરનો ઉલ્લેખ કર્યો છે.
જયરામ રમેશે કહ્યું- તસવીરમાં ખોટી રીતે દર્શાવવામાં આવ્યું છે કે એક વ્યક્તિ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકોને રિક્ષામાંથી બહાર કાઢીને ધાર્મિક લઘુમતી સમુદાયના વ્યક્તિને બેસાડી રહ્યો છે. જયરામ રમેશે કહ્યું- આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે કોંગ્રેસની આગેવાની હેઠળના ખટઅના તુષ્ટિકરણની રમત ચાલુ છે. આ તસવીર લોકોને ચોક્કસ ધર્મ વિરુદ્ધ ઉશ્કેરે છે. ચૂંટણી પંચે અમારી ફરિયાદોને માન્ય ગણાવી છે.
લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી ભારત ગઠબંધનને 30 અને ગઉઅને 17 બેઠકો મળી હતી. જેમાં ભાજપને 9, શિવસેનાને 7 અને ગઈઙને માત્ર 1 સીટ મળી છે. ભાજપે 23 બેઠકો ગુમાવી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ગઉઅને 41 બેઠકો મળી હતી જ્યારે 2014માં તેને 42 બેઠકો મળી હતી.
- Advertisement -
રાહુલના વધુ 4 નિવેદનો… જેની સામે ભાજપ ચૂંટણી પંચમાં પહોંચ્યું
જો આપણે તમામ ઉદ્યોગો અને નોકરીઓ પર નજર કરીએ તો ત્યાં એસસી-એસટી સમુદાય અને લઘુમતી સમુદાયના લોકો જોવા મળતા નથી. ગરીબ વર્ગમાંથી આવતા લોકોને પણ જગ્યા મળતી નથી.
જો તમારે ક્યાંક નોકરી જોઈતી હોય તો છજજના સભ્ય બની જાઓ. આ સભ્યપદથી તમને ગમે ત્યાં નોકરી મળી જશે. ત્યાં એ પણ જોવામાં નહીં આવે કે તમારી લાયકાત શું છે કે તમે શું આવડે છો.
જે કારખાનામાં યુવાનોને રોજગાર મળવાનો હતો તે તમારી પાસેથી છીનવાઈ ગયો, તમારી પાસેથી તમારી જમીન છીનવી લેવામાં આવી રહી છે.
ED, CBI અને ચૂંટણી પંચ કેન્દ્ર સરકારના ઈશારે કામ કરે છે. ભાજપ આ સંસ્થાઓનો ઉપયોગ વિપક્ષની સરકારને તોડી પાડવા માટે કરે છે.