સાસુએ ફડાકા માર્યા હતા, પતિ પણ મારકૂટ કરતો હતો : મૃતકના માતા બન્યા ફરિયાદી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ભીમનગર ચોકમાં આવેલ વામ્બે આવાસ ક્વાર્ટરમાં રહેતા ગંગાબેન વિનોદભાઈ ધુળા ઉ.48એ દીકરીને મરવા મજબુર કરનાર તેના જમાઈ હર્ષ મનુભાઈ ભારડીયા અને વેવાણ ચંપાબેન સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે હું રાજકોટ મહાનગર પાલીકામા કોન્ટ્રાક્ટ બેઝમાં નોકરી કરૂ છુ મારે સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે મારી મોટી દીકરી હરશીતીબેનના લગ્ન આજથી આઠેક વર્ષ પહેલા જૂનાગઢ રહેતા મારા નણંદ ચંપાબેનના દિકરા હર્ષભાઈ મનુભાઈ ભારડીયા સાથે થયા હતા દીકરી અને જમાઈ રાજકોટ કોઠારીયા શિવભવાની ચોક પાસે સિલ્વર સ્પેસમા ફ્લેટમા રહેતી હતી અને મારી દીકરી હરશીતી બે વર્ષથી રાજકોટ શહેર આજી ડેમ પોલીસ સ્ટેશનમાં પોલીસમાં નોકરી કરતી હતી ગઇ તા. 8-9ના બપોરે હું નોકરી પર હતી ત્યારે મારા પતિએ આવી કહ્યું કે જમાઇ હર્ષકુમારનો ફોન આવ્યો છે અને જણાવેલ કે આપણી દીકરી હરશીતીએ ઘરે ઝેરી દવા પી લીધી છે તેણીને રાજનગર ચોકમાં હોસ્પીટલમાં સારવાર માટે લઇ ગયા છીએ જેથી અમે બંને તુરંત જ હોસ્પિટલ ગયા હતા ત્યાં જઇ જોયું તો મારી દીકરી બેભાન હાલતમા હતી અને આઈ.સી.યુ. વિભાગમા સારવાર હેઠળ હતી મારા જમાઇએ જણાવેલ કે સવારે હું ઘરે રસોડામા ચા બનાવતો હતો અને હરશીતી તથા પ્રુથ્વી બન્ને મા-દીકરો રૂમમા હતા ત્યારે પ્રુથ્વી મારી પાસે આવી અને કહેલ કે મમ્મીને ઉલટી થાય છે જેથી હું દોડીને જઈને જોયું તો હરશીતી ઉલટી ઉબકા કરતી હતી અને તેની પાસે કોઇ ઝેરી દવાનુ પાઉચ હતુ જેથી મેં તાત્કાલીક 108મા ફોન કર્યો હતો પરંતુ વાર લાગે તેમ હોય જેથી કારમાં બેસાડી હોસ્પિટલ લાવ્યો હતો ગઈ તા. 6-10ના રોજ તેણીની વધુ સારવાર માટે એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ ખાતે લઇ ગયા હતા અને ત્યાં બીજા દિવસે મૃત્યુ થયું હતું દીકરી હરશીતી ગઇ તારીખ.6-9-25ના રોજ ઘરે આવી હતી અને જણાવેલ કે હર્ષ તેની માતાની વાતોમા આવી અવાર-નવાર મારી સાથે ઝઘડો કરે છે અને મને મા2 મારે છે અને કાકાજી સસરા મનસુખભાઈ ગુજરી ગયેલ હોય ત્યારે જુનાગઢ ગયા હતા ત્યારે આ હર્ષ અને મારા સાસુ ચંપાબેનએ મારી સાથે ઝઘડો કર્યો હતો અને મારી સાસુએ મને બે થપાટ પણ મારી હતી તેમ વાત કરી હતી આ અગાઉ પણ મારી દીકરી પાંચેક વખત તેના પતિ હર્ષ અને તેની સાસુ ચંપાબેનના દુખત્રાસથી કંટાળી અમારા ઘરે રિસામણે આવી હતી અને તેણીને એક દીકરો હોય જેથી તેનો ઘર સંસાર ન બગડે તે સારૂ સમજાવીને તેની સાસરીમા મોકલી આપતા હતા પરંતુ અંતે આપઘાત કરી લેતા ફરિયાદ
નોંધાવી હતી.