જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પોરબંદર પાસે તટસ્થ ન્યાયિક ચૂંટણી યોજવાની કરી માંગ
વાયરલ થયેલા વિડીયોના કારણે મનસુખ માંડવીયાના સમર્થકો, શુભેચ્છકો, મિત્રો અને ચાહકવર્ગમાં ખૂબ જ ગંભીર પ્રત્યાઘાતો પડ્યાને ધ્યાને લઈને પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ કરાઈ ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.8
પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયાનો છ વર્ષ જુનો વિડીયો શનિવારે વાયરલ થયો હતો જેન પગલે ભારે ચર્ચા જોવા મળી હતી તો બીજી તરફ પોરબંદર ભાજપ આ મુદે મેદાને આવ્યુ હતુ અને ભાજપના લીગલ ઇન્ચાર્જ દ્રારા પોરબંદર જીલ્લા ચુંટણી અધિકારીને ફરીયાદ કરવામા આવી છે અને પગલા લેવાની માંગ કરી છે .
પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો. મનસુખ માંડવીયા ચુંટણી પ્રચારમા વ્યસ્ત છે તેવા સમયે એક વિડીયો વાયરલ થયો હતો જેમા મનસુખ માંડવિયાની સભામા એક વ્યકિત જુતો ફેકતો નજરે પડે છે આ વિડીયો શનિવારે શોશ્યલ મિડીયામા વાયરલ થયો હતો જેને પગલે પોરબંદર લોકસભા બેઠકના ભાજપના લીગલ ઇન્ચાર્જ કેતનભાઇ દાણી દ્રારા પોરબંદર જીલ્લા ચુંટણી અધિકારીને ફરીયાદ કરવામા આવી છે.
- Advertisement -
તેમા એવુ જણાવ્યું હતુ કે વિડિયો છ વર્ષ જુનો છે. આ વિડીયો હાલ સોશ્યલ મિડીયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવ્યો છે. આવા વિડીયો વાયરલ કરી ભાજપની છબી ખરડવા તથા સામાજિક શાંતિ, સૌહાર્દ તથા ભાઈચારાને તોડીને વિરોધીઓને રાજકીય લાભ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પોરબંદર પાસે તટસ્થ ન્યાયિક ચૂંટણી યોજવાની કરી માંગ કરી હતી કેતન દાણીએ એમ પણ જણાવ્યું હતું કે પોરબંદર લોકસભા સંસદીય મતક્ષેત્રની ચૂંટણી માટે ભાજપના ઘોષિત ઉમેદવાર ડો. મનસુખ માંડવિયા એ ખૂબ જ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય નેતા છે, છેલ્લા 22 વર્ષથી જાહેર જીવનમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત રહ્યા છે, જેમાં છેલ્લા 8-વર્ષથી કેન્દ્રમાં મંત્રી છે તેમની છબી ખરડવાનો પ્રયાસ કરવામા આવ્યો છે આથી આ વિડીયો વાયરલ કરનાર સામે પગલા લેવાની પણ માંગ કરવામા આવી છે. ભાજપના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયાનો વિડીયો વાયરલ થયા બાદ પોરબંદર ભાજપ દ્રારા જીલ્લા ચુંટણી અધિકારીને ફરીયાદ કરવામા આવી છે.