વોર્ડ નં-7ના સરદારનગરમાં ગંદા પાણીની સમસ્યાનો ખુદ હાજર રહી નિકાલ કરાવ્યો
સરદારનગર વિસ્તારના લોકો કેટલાક સમયથી ગંદાપાણીની સમસ્યાથી ત્રસ્ત હતા
- Advertisement -
દેવાંગ માંકડે અંગત રસ લઈ ઈન્જિનિયરની ટીમને સાથે રાખીને સમસ્યાનો ઉકેલ લાવી દીધો
રાજકોટના વોર્ડ નં-7માં સરદારનગર મેઈન રોડ, એસ્ટ્રોન સિનેમા રોડ, સર્વેશ્વર ચોકની આસપાસના વિસ્તારવાસીઓ ગંદા પાણીની સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા હતા. જેની વોર્ડ નં-7ના કોર્પોરેટર દેવાંગ માંકડને રજૂઆત કરતા તાત્કાલિક સમસ્યાનો અંત આવી ગયો છે. કોર્પોરેટર દેવાંગ માંકડે ઈન્જિનિયરોની ટીમને સાથે રાખીને સરદારનગર વિસ્તારમાં પાણીની પાઈપલાઈનનું રિપેરીંગ કરાવ્યું હતું. પાણીની પાઈન લાઈન અને ગટરની પાઈપ લાઈન તૂટી જતા બન્ને પાણી ભળી જતું હતું. દેવાંગ માંકડે અંગત રસ લઈ સરદારનગર વિસ્તારના લોકોની સમસ્યાનો અંત લાવી દીધો હતો.