નિલકંઠ યુનિટમાં ભારેખમ પ્લેટફોર્મ તૂટી પડયું: મોડી સાંજે બનાવથી દોડધામ: ચારની હાલત ગંભીર: વજન વધી જતા અકસ્માત થયાનું તારણ
ખાસ-ખબર ન્યૂઝ મુંદ્રા, તા.14
કચ્છના મુંદ્દા તાલુકાના વડાલા ગામ પાસે આવેલી નીલકંઠ કંપનીમાં ગઈકાલે મોડી સાંજે લોખંડનો શેડ તુટી પડતા મહિલા સહિત બે મજૂરના મૃત્યુ થયા છે. તો 18 ઘાયલ થતા હોસ્પિટલમાં ચાર શ્રમિકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટના અંગેની વિગત મુજબ મુંદરા તાલુકાના વડાલા ગામ પાસેની ખાનગી કંપનીમાં કામગીરી દરમ્યાન લોખંડની ભારેખમ પ્લેટફોર્મ ચેનલ તૂટીને શ્રમિકો ઉપર પડતાં બેના મોત અને અંદાજે 18 જેટલા લોકો ઘાયલ થયા હતા. તથા પોલીસ સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ વડાલા પાસેની નીલકંઠ કંપનીમાં સાંજે આ દુર્ઘટના સર્જાઈ હતી.
- Advertisement -
જેમાં 18 વર્ષીય શ્રમીક યુવતી પાયલ ધર્મેન્દ્ર મોરીયા (રહે. વરસાણા, તા. અંજાર)નું ગંભીર ઈજાના પગલે મૃત્યુ થયું હતું. બનાવના સ્થળે અંતરંગ વર્તુળો પાસેથી મળેલી જાણકારી મુજબ લોખંડની ભારેખમ પ્લેટફોર્મ ચેનલ તૂટીને નીચે કામ કરતા શ્રમજીવીઓ પર પડી હતી. જેમાં 18 જેટલા શ્રમીકો ઘાયલ થયા છે તે પૈકી એકનું સારવારમાં મોત થયું હતું.
તો ચાર આઈસીયુમાં છે, ઘાયલોને ગાંધીધામની સ્ટર્લિંગ, ડિવાઈન હોસ્પિટલમાં ખસેડાયા છે. મોત સાંજે આ દુર્ઘટના સર્જાતા ભારે દોડધામ મચી હતી. ઘાયલોને સારવાર તળે ખસેડવા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરાઈ હતી. પ્રાંત અધિકારી, મામલતદાર અને મુંદરા મરીન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
ભદ્રેશ્વર પાસેની નીલકંઠ કંપનીમાં લોખંડની ચેનલના સેડ નિર્માણ કાર્ય માટે તૈયાર કરાયેલા અંદાજીત 10 થી 15 ફુટ ઉંચા પ્લેટફોર્મ ઉપર મર્યાદા કરતા વધુ સાંખ્યામાં શ્રમિંકો જોડતા વધુ પડતી સંખ્યાથી વજન વધી જતા પ્લેટફોર્મ તુટી પડયું હતું.આ દુર્ઘટનામાં ભોગ બનેલા 15 જેટલા શ્રમિકોની સારવાર ચાલી રહી છે. જેમાંથી 4 મજૂરને આદિપૂરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર અપાઈ રહી છે. આદિપૂરની ખાનગી હોસ્પિટલના આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ડીવાઈન લાઈફ કેર હોસ્પિટલમાં 1 જરનલ વોર્ડમાં જયારે 4 મજૂરને આઈસીયુમાં દાખલ કરાયા છે. એક મહિલા કામદારના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.