ભારતને કૉમનવેલ્થ ગેમ્સ 2022માં વધુ એક મેડલ મળ્યો છે. સ્ક્વૉશમાં ભારતે સૌરવ ઘોષલે બ્રૉન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.
તુલિકા માને જૂડોમાં સિલ્વર મેડલ, ગોલ્ડનું સપનું તૂટ્યું
- Advertisement -
ભારતની મહિલા જૂડો ખેલાડી તુલિકા માને બુધવારે બર્મિઘમ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓના 78 કિગ્રા ભાર વર્ગમાં ગોલ્ડ મેડલ જીતવાનું સપનું તૂટી ગયું. ફાઇનલ મુકાબલામાં તેમને ગત વખતની વિજેતા સ્કૉટલેન્ડની એડિલિંગટનની સામે હારનો સામનો કરવો પડ્યો. ફાઇનલ મુકાબલામાં તુલિકાએ શાનદાર શરૂઆત કરતા પહેલા પોઇન્ટ મેળવ્યો પરંતુ ત્યારબાદ સ્કૉટલેન્ડના ખેલાડીએ તેમને કોઈ મોકો ન આપ્યો. નિરાશાજનક હાર બાદ તુલિકાને સિલ્વર મેડલથી સંતોષ મેળવવો પડ્યો.
SILVER FOR TULIKA 🤩🤩
🇮🇳's pride #TulikaMaan bags the 2nd 🥈 for India in Judo 🥋 at @birminghamcg22 🔥🔥
- Advertisement -
She gave her best against Sarah Adlington of Scotland in Women's +78kg Gold medal bout 💪
Proud of you Tulika 🙂#Cheer4India#India4CWG2022 #CommonwealthGames2022 pic.twitter.com/G4pLiR3L1y
— SAI Media (@Media_SAI) August 3, 2022
સ્ક્વૉશમાં સૌરવ ઘોષલે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યું
ભારતને સ્ક્વૉશના સિંગલ ઇવેન્ટમાં પ્રથમ વખત કોઈ મેડલ મળ્યો છે. બ્રોન્ઝ મેડલની આ મેચમાં સૌરવ ઘોષાલનો મુકાબલો ઇંગ્લેન્ડના જેમ્સ વિલસ્ટ્રોપથી હતા. શરુઆતથી જ સૌરવે અહીં મજબૂત પકડ બનાવી હતી અને તેમણે ત્રણ સેટમાં જીત મેળવી.
સેટથી સેટના સ્કોરની વાત કરીએ તો સૌરવે પોતાના વિરોધીને 11-6, 11-1 અને 11-4થી હરાવ્યો અને 3-0થી ઇંગ્લેન્ડના ખેલાડીના સૂપડા સાફ કરી દીધા. સૌરવના નામે ઇતિહાસ લખાઈ ગયો છે, કારણ કે આ પહેલા કૉમનવેલ્થ ગેમ્સમાં કોઈ સ્ક્વૉશ સિંગલ ઇવેન્ટમાં ભારતને કોઈ મેડલ નહોતો મળ્યો.
Congratulations to Saurav Ghosal for winning 🥉 in the #Squash Men's Singles event in #CWG2022. A historic first medal for 🇮🇳 in Squash in the Commonwealth Games. You have made the nation proud. Best wishes. pic.twitter.com/BRa3tc0L3K
— Sarbananda Sonowal (@sarbanandsonwal) August 3, 2022