ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
અલ્હાબાદ હાઈકોર્ટે પીએમ અને સીએમ યોગી પર અભદ્ર ટિપ્પણી કરવાના આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ હથિયાર તરીકે થઈ શકે નહીં. અરજીકર્તા અમિત મૌર્ય વિરુદ્ધ વારાણસી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પ્રેસ રિપોર્ટર બનીને પીએમ અને સીએમ યોગી વિશે અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો છે.
- Advertisement -
હાઈકોર્ટે પત્રકારો અને પ્રકાશકોને આપી સલાહ
આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પત્રકારો અને પ્રકાશકોને સલાહ આપી હતી અને કહ્યું હતું કે પારદર્શિતા અને જવાબદારી સાથે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકો વિશે સાચી માહિતી જાહેર કરવી યોગ્ય છે. પરંતુ વ્યક્તિગત લાભ અને રૂૂપિયા કમાવવા માટે મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકાતી નથી. કોર્ટે કહ્યું કે આનાથી પત્રકારત્વની વિશ્ર્વસનીયતા અને લોકોનો વિશ્ર્વાસ તૂટી જાય છે. એક પત્રકારે સચોટ અને વાસ્તવિક માહિતી જાહેર કરવી જોઈએ. કોર્ટે કહ્યું કે દરેકને ગરિમાપૂર્ણ રીતે સરકારની કાર્યવાહી સામે અસહમતી અને ટીકા કરવાની સ્વતંત્રતા છે.
કોર્ટે સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓને યોગ્ય ગણી ન હતી. કોર્ટે કહ્યું કે દરેકને સરકારની કાર્યવાહીની ટીકા કરવાની સ્વતંત્રતા છે. પરંતુ અભિવ્યક્તિ ગરિમાને અનુરૂૂપ હોવી જોઈએ. અપમાનજનક ભાષા ક્યારેય કોઈ રચનાત્મક હેતુને પૂર્ણ કરી શકતી નથી. દરેકને ટીકા કરવાનો અધિકાર છે પરંતુ પારદર્શિતા અને જનભાગીદારીની સંસ્કૃતિ હોવી જોઈએ. કોઈના ચરિત્રનું હનન કરવું મૂળ ઉદ્દેશ્ર્યથી ભટકી જવા સમાન છે. શત્રુતાપૂર્ણ સંવાદથી કડવાશ વધે છે.લોકશાહીમાં સરકારની નીતિઓ અને કાર્યોની યોગ્ય ટીકા થવી જોઈએ. પરંતુ નફરતી ભાષણ ક્લેશ પેદા કરે છે. તેનાથી લોકશાહીનો પાયો નબળો પડે છે.