ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢ કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગોમાં તા. 4 નવેમ્બર 2025થી જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરીનો પ્રારંભ કરાયો છે, જે આગામી તા. 4 ડિસેમ્બર 2025 સુધી યોજાનાર છે. તા. 04/11/2025 થી 04/12/2025 દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ ઘરે-ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. આ સમયગાળા દરમિયાન મતદારોએ ગણતરી પત્રક તેમને મળ્યા બાદ તેમાં વિગતો ભરીને બી.એલ.ઓ.ને જમા કરાવવાનું રહેશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, તા. 01/01/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના કુલ 1338 મતદાન મથકોના બી.એલ.ઓ દ્વારા આગામી તા. 4/12/2025 સુધી “હાઉસ ટુ હાઉસ” મુલાકાત કરીને કુલ 13,00,334 મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ આપવાનું શરૂ કર્યું છે. આ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત બીએલઓ દ્વારા ખેતરો, ઝૂંપડપટ્ટી વિસ્તારો, અંતરિયાળ વિસ્તારો એમ દરેક જગ્યાઓ પર જઈને મતદારોનો સંપર્ક કરી ફોર્મ વિતરણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત મતદાર ઘરે હાજર ન હોય તેવા કિસ્સામાં તેમના સંબંધી પાસેથી ફોર્મમાં વિગતો મેળવી અને તેમની સહી લઈ લેવામાં આવશે. તેમજ જો કોઈ મતદાર ગેરહાજર હોય તો બીએલઓ દ્વારા ગેરહાજર મતદારોના ઘરે ઓછામાં ઓછી ત્રણ વખત મુલાકાત પણ લેશે. મતદાર યાદીમાં પોતાનું નામ તથા વર્ષ 2002ની મતદાર યાદી વિિંાંત://દજ્ઞયિંતિ.યભશ.લજ્ઞદ.શક્ષ/ પર ચકાસી શકાશે. મતદાર રજિસ્ટ્રેશન સંબંધિત કોઈ પણ માહિતી/માર્ગદર્શન માટે 1950 હેલ્પલાઈન પર સંપર્ક કરવો અથવા મતદારો બી.એલ.ઓ.નો સંપર્ક કરી શકશે.



