ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કલેક્ટર તંત્ર દ્વારા લોકમેળાના વેપારીઓને આજથી સીટી પ્રાંત-1 કચેરી મારફતે રીફંડ ડીપોઝીટની રકમનું રીફંડ આપવાનું શરૂ કરી દેવામાં આવેલ છે. લોકમેળાના વેપારીઓ છેલ્લા લાંબા સમયથી રીફંડની પ્રતિક્ષા કરી રહ્યા હતા જેઓની આતુરતાનો અંત આવેલ છે.
- Advertisement -
અહીં એ ઉલ્લેખનીય છેકે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ભારે વરસાદ ખાબકી પડતા રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજિત ધરોહર લોકમેળાને રદ કરવાની વહીવટીતંત્રને રદ કરવાની વહીવટીતંત્રને ફરજ પડી હતી. જેના પગલે કલેક્ટર તંત્રની માથે નુકશાનીનો બોજ આવી પડેલ છે. જો કે કલેક્ટર તંત્ર દ્વારા લોકમેળામાં થયેલી નુકશાની માટે ગ્રાંટ ફાળવવા રાજ્યસરકારમાં દરખાસ્ત કરી દેવામાં આવી છે. દરમિયાન કલેક્ટર તંત્ર દ્વારા સીટી પ્રાંત-1 કચેરી મારફતે લોકમેળાના 200થી વધુ વેપારીઓને ડીપોઝીટની રકમ પરત કરવા રીફંડની ચુકવણી આજથી શરૂ કરી દેવામાં આવી છે.