એર એમ્બ્યુલન્સ માટે પ્રતિ કલાક રૂપિયા 50 હજારથી લઇ 65 હજારનો દર નક્કી કરાયો
રાજયના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ સત્વરે પુરી પાડવા રાજય સરકારે નાગરીકોને આકસ્મિક સંજોગોમાં 108ની જેમ એર એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ બનાવવા દેશભરમાં ગુજરાતે સૌપ્રથમવાર આયોજન કરીને કેન્દ્ર સરકારને દરખાસ્ત કરી હતી. જે અનુસંસંધાને હવે ગુજરાતમાં એર એમ્બ્યુલન્સની સેવા શરુ થઇ છે. રાજયના નાગરિકોને હવે તાત્કાલિક સારવાર માટે વધુ રાહ નહિ જોવી પડે.
અન્ય રાજયમાં સારવાર લેવા ઇચ્છતા દર્દીઓ માટે એરપોર્ટ ટુ એરપોર્ટ સર્વિસ શરૂ કરાઇ છે. ડોકટર સહિતના તમામ મેડિકલ સંસાધનોથી એર એમ્બ્યુલન્સને સજજ કરવામાં આવી છે. ગુજરાતના લોકો 108ની જેમ જ એર એમ્બ્યુલન્સ સેવાનો લાભ લઇ શકશે.એર એમ્બ્યુલન્સ માટે પ્રતિ કલાક રૂપિયા 50 હજારથી લઇ રૂપિયા 65 હજારનો દર નક્કી કરવામાં આવ્યો છે.
- Advertisement -
રાજય ઉડયન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, સૌપ્રથમવાર 108ની જેમ એર એમ્બ્યુલન્સની સેવાઓ મળે તે માટે રાજય સરકારે આયોજન કર્યુ છે. જેમાં 108 દ્ઘારા સેવાઓની જરૂરીયાત માટે કોલ આવે તો કલાકના રૂ.50 હજાર લેખે, હોસ્પિટલમાંથી કોલ આવે તો રૂ.55 હજાર તથા કોઈ વ્યકિત કે નાગરિક દ્ઘારા આ સેવાઓ માટે કોલ કરવામાં આવશે તો રૂ.60 હજારનું ભાડૂ નિયત કરવામાં આવ્યુ છે.


