પરિક્રમા આગોતરા આયોજન મુદ્દે દિવાળી પહેલાં તંત્ર બેઠક બોલાવે: ઉતારા મંડળ
મિટિંગમાં સાધુ-સંતો, ઉતરા મંડળ, પદાધિકારી, અધિકારીઓ અને મીડિયાને સાથે રાખો
આગામી 12થી 15 નવેમ્બર ગિરનાર લીલી પરિક્રમા યોજાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
જૂનાગઢ ગરવાગઢ ગિરનારની અતિ કઠિન મનાતી પરિક્રમા આગામી તા.11થી 15 નવેમ્બરનો રોજ યોજાવાની છે ત્યારે ઉતારા મંડળ દ્વારા કલેકટરને લેખેતી જાણ કરીને પરિક્રમાના આગોતરું સુચારુ આયોજન થાય તેના માટે દિવાળી પેહલા એક ખાસ બેઠક બોલાવામાં આવે અને આ મિટિંગમાં ઉતારા મંડળ સાથે વરિષ્ઠ સાધુ સંતો તેમજ પદાધિકરીઓ સાથે તમામ વિભાગના વહીવટી તંત્રના અધિકરીઓ સાથે ખાસ મીડિયાના મિત્રોની ઉપસ્થિતિમાં જો પરિક્રમાની બેઠક મળેતો આગામી પરિક્રમા સંદર્ભે વિસ્તૃત ચર્ચા વિચારણા થઇ શકે જેમાં આ વર્ષે ચોમાસુ ખુબ સારું ગયું છે ત્યારે ભાવિકો પણ 15 લાખ આસપાસ આવવાની ધારણા છે એવા સમયે લોકોની વધુ સુખાકારી માટે આયોજન થઇ શકે તેવી માંગ ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરીયા કરી છે જેમાં 10 દિવસ પેહલા લખેલ પત્રનો હજુ કોઈ જવાબ નથી મળ્યો તેમા પણ ભાવેશ વેકરીયા જણાવ્યું છે.
ગરવા ગિરીવર ગિરનારની લીલી પરિક્રમા આગામી તા.12 થી 15 નવેમ્બર સુધી યોજાનાર છે. ત્યારે તેના આયોજનને લઇને જિલ્લા વહિવટી તંત્ર દિવાળી પહેલા બેઠક બોલાવેલ તેવી માંગ કરાઇ છે. આ અંગે શ્રી જ્ઞાતિ સમાજો- ટ્રસ્ટોનું ઉતારા મંડળ ભવનાથના ભાવેશ વેકરીયાએ જણાવ્યુ હતુ કે, ઉતારા મંડળ ભવનાથ દ્વારા એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં 12 થી 15નવેમ્બરના 4 દિવસ સુધી ગિરનારની લીલી પરિક્રમાં કરવાનું નકકી કરાયુ છે. 12 નવેમ્બર કારતક સુદ અગિયારસે સાધુ-સંતો, પદાધિકારીઓ, અધિકારીઓ, ઉતારા મંડળ ભવનાથના સભ્યો અને ભાવિક ભક્તોની ઉપસ્થિતીમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરાશે. જયારે 15 નવેમ્બર પરિક્રમાં પૂર્ણ કરાશે. ત્યારે લીલી પરિક્રમાના આયોજનને લઇને જિલ્લા કલેકટર દ્વારા દિપાવલી પહેલા બેઠક યોજવી જોઇએ. આ બેઠકમાં વન વિભાગ રોડ, રસ્તાબનાવવા સફાઇ કરાવવા, વન્ય પ્રાણીઓને સુરક્ષિત સ્થાને લઇ જવા તેમજ જરૂરી માહિતીના બોડૃ મારવા સુચના આપવામાં આવી હતી. રેલવે, એસટીને પરિક્રમામાં આવનાર ભાવિકોના આવા ગમન માટે વધારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી સુચના આપવામાં આવે. જયારે મનપા દ્વારા દરેક જગ્યાએ માહિતીના બોર્ડ મારવા, રસ્તાનું સમારકામ કરવા માટેની સુચના આપવામાં આવે. આ બેઠકમાં પ્રમુખ લક્ષ્મણ પીઠીયા, કાળાભાઇ સિંધલ, ગોવિંદ વેગળ, હરેશ ઠુમ્મર, મગન સાવલીયા, પ્રવિણ સોજીત્રા, લાલજી અમરેલીયા, હરેશ ઘોડાસરા, દિપક બારોટ, કેતન બાપુ સહિતના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી.
આ વર્ષે સારા ચોમાસાના લીધે 18 લાખ ભાવિકો ઉમટવાની સંભાવના
માત્ર ગુજરાત જ નહિ દેશભરમાંથી ભાવિકોએ ગિરનારની લીલી પરિક્રમા કરવા આવવુ જોઇએ કારણ કે, આ પ્રકૃતિ સંગાથે ઇશ્ર્વરની અનુભૂતિનો અવસર છે. આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો છે એટલે પીવાનાપાણીની પણ સમસ્યા નહી રહે. ગત વર્ષે 14,70,000 ભાવિકો હતા આ વખતે 18 લાખ કરતા વધુ ભાવિકો આવે તેવી સંભાવના છે. સામાન્ય રીતે અગિયારસથી પૂનમ એમ પાંચ દિવસની લીલી પરિક્રમાહોય છે પરંતુ આ વખતે ચૌદશનો ક્ષય છે એટલે 4 દિવસની લીલી પરિક્રમા યોજાશે.