થિગડાં મારવાની સાથે રોડ પણ તોડે છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ થોડા વરસાદમાં મહાનગર પાલિકાની પોલ ખુલી ગઈ છે. ત્યારે શહેરના અનેક રસ્તાઓ બિસમાર બની જતા સ્થાનિક લોકો હાલાકી વેઠી રહ્યા છે. અને મહાનગર પાલિકા લાખોના ખર્ચે રસ્તાઓ પર થીગડાં મારવાનું કામ ચલાઉ કામગીરી કરવામાં આવી રહી છે.
- Advertisement -
જૂનાગઢ શહેરમાં નવો રસ્તો બનાવી તેને તોડી પાડવો એ નવી વાત નથી અનેક વિસ્તારમાં આવા દર્શ્યો જોવા મળી રહ્યા છે ત્યારે વોર્ડ – 11માં આવેલ ઘાંચીપટ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી સારા રસ્તા ન હતા પણ સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત બાદ થોડા દિવસો અગાઉ સીસીરોડ બનાવ્યો હતો અને ત્યારબાદ યાદ આવ્યું હશે કે હજુ ગટર અને પાણીની લાઈનનું કામ બાકી છે. હવે થોડા દિવસો અગાઉ બનેલ રોડને જેસીબી મશીનથી તોડતા સ્થાનિક લોકોમાં રોષ છે. એક તરફ ઘણા વર્ષે રોડ બન્યો પણ હવે તેને તોડી નાખતા મહાનગર પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.