નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે સાયબર રક્ષા નાટ્ય ઉત્સવ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિર્વસીટી અને ઉચ્ચ શિક્ષણ અને તકનીકી વિભાગ ગાંધીનગરનાં સંયુક્ત ઉપક્રમે સાયબર રક્ષા નાટ્ય ઉત્સવની ઉજવણી યોજાઈ હતી. જેમાં યુનિ.નાં કુલસચિવ ડો.મયંક સોની ઉપસ્થિત રહી નાટ્ય ઉત્સવમાં સહભાગિ કલારસીક વિદ્યાર્થીઓ અને કલામર્મીઓને સંબોધતા જણાવ્યુ હતુ કે વિદ્યાર્થી જીવનમાં બાળકો સવારથી સાંજ સુધી ઘર, ઓફીસ, વાહન વ્યવહાર તેમજ વ્યવસાયમાં વપરાશમાં આવતા મોટાભાગના ઉપકરણો ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ અને સ્માર્ટ બની ચુક્યા છે. પ્રત્યેક સમજદાર વ્યક્તિ જ્યારે ઈન્ટરનેટનો ઉપયોગકરે છે અથવા ઈન્ટરનેટ કનેક્ટેડ ગેઝેટ્સ સાથે જોડાયેલા હોય છે ત્યારે તેના પર ઘણા પ્રકારના સાઈબર હુમલાઓનો ભય રહે છે, કારણ કે હેકર્સ તેમજ જટિલ માનસિકતા ધરાવતા સાઈબર અપરાધીઓ વિવિધ રીતે સાઈબર સિક્યુરિટીનો ભંગ કરીને વપરાશકર્તાનાં ઈન્ટરનેટ કનેક્ટેડ ડિવાઇસનો ઉપયોગ કરી શકે છે, અને જેનાથી યુઝરને નાણાંકીય અને માનસિક પ્રકારનું ઘણું જોખમ સહન કરવાનો વારો આવે છે, અને આ જોખમને રોકવા માટે વ્યક્તિગત ડેટાનો દુરુપયોગ થતો અટકાવવા માટે તેમજ સાઈબર સ્પેસને વધુ સલામત બનાવવા માટે સાઈબર સિક્યુરિટીનો ઉપયોગ થાય છે. નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલય આયોજીત સાયબર રક્ષા નાટ્ય ઉત્સવ દ્વારા લોકોને સાયબર સલામતિ માટે સારો સંદેશો વહેતો થશે. આ તકે સમગ્ર કાર્યક્રમનાં સફળ સંચાલન માટે યુનિ.ની કર્મયોગીટીમની સહભાગીતાને સરાહના કરી હતી.
- Advertisement -
સાયબરરક્ષા નાટ્યોત્સવમાં સહભાગી બનેલ વિવિધ કોલેજનાં વિદ્યાર્થીઓએ સાયબર ક્ષેત્રે થતાં અપરાધો અને તેમાં રાખવા જેવી તકેદારીઓને સાંકળીને રજુ કરેલ નાટકોમાંથી શ્રેષ્ઠ નાટ્યકૃતિપૈકી પ્રથમ સ્થાને બહાઉદ્દિન આર્ટ્સ કોલેજ, દ્વિતિય સ્થાને સરકારી વિનયન અને આર્ટ્સ કોલેજ તાલાળા, અને તૃતિય કૃતિ નોબલ એમ.સી.એ. કોલેજને ઘોષીત કરવામાં આવી હતી. ત્રણેય કૃતિ રજુ કરનાર વિદ્યાર્થીઓને ભકતકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યુ હતુ.સાયબરરક્ષા નાટ્યોત્સવમાં નિર્ણાયક જ્યુરી તરીકે પ્રાદેશિક ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાનાં સાયન્ટીફીક ઓફીસર ડો. એન.કે.જોષી, સાયબર સેલ પોલીસ ઈન્સપેક્ટર એન.એચ. કટારીયા, બહાઉદ્દિન સાયન્સ કોલેજનાં પ્રાધ્યાપક ડો. રણજીત જોળીયા, યુનિ.નાં એનએસએસ સેલનાં કો-ઓર્ડીનેટર અને સમાજશાસ્ત્ર ભવનનાં પ્રાધ્યાપક ડો. પરાગ દેવાણી, ડો.સુહાસ વ્યાસે જવાબદારી વહન કરી હતી.



