‘ખાસ-ખબર’નાં અહેવાલ બાદ નિંદ્રાધિન કલેક્ટર તંત્ર જાગ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં ફાટી નીકળેલા રોગચાળા અંગે ‘ખાસ-ખબર’એ શનિવારે જ વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જે બાદ ગાઢ નિંદ્રામાં પોઢેલું કલેક્ટર તંત્ર સફાળું જાગી ગયું હતું અને આજે જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ, જિલ્લા સંચારી રોગ અટકાયત સમિતિ, જિલ્લા સ્ટિયરિંગ કમિટી, તમાકુ નિયંત્રણની બેઠકો કલેકટર કચેરી ખાતે કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
- Advertisement -
આ બેઠકમાં આ કલેક્ટરએ કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ટીબી નાબૂદી, ડેન્ગયુ, ચીકન ગુનિયા સહિતના રોગોને કાબુમાં લેવા તાકીદે પગલા લેવામાં આવવા જોઇએ.
‘ખાસ-ખબર’માં 16-10-2021નાં પ્રકાશિત અહેવાલ
આ માટે ખાસ કરીને ઔધોગિક વસાહતોમાં વધુને વધુ ટેસ્ટીંગ કરવું જોઇએ. રોગચાળાને કાબુમાં લેવા સમયાંતરે દવાનો છંટકાવ કરવો જોઇએ. જિલ્લાના તમામ ગામો, નગરો અને શહેરના લોકોને સંપૂર્ણપણે કોવિડની વેકિસનથી ઝડપથી આરક્ષિત કરી દેવાના રહેશે. બાળકો, કિશોરીઓ અને ગર્ભવતી મહિલાઓને પણ પૂરતાં પ્રમાણમાં પોષક આહાર મળી રહે તેની કાળજી લેવાવી જોઇએ.