ચાઇનીઝ દોરી વાપરનાર અને વેચનાર દંડાશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
સુરેન્દ્રનગર કરુણા અભિયાન-2025ના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર કે.સી. સંપટે જણાવ્યું કે ઉતરાયણનો તહેવારમાં પતંગ ઉડાડવાની મજા માણતા ઘણી વખત પતંગની દોરીથી પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે કે મૃત્યુ પામે છે. અબોલ અને નિર્દોષ પક્ષીઓના જીવ અમૂલ્ય છે. તેથી તેમને બચાવવા એ આપણી સૌની નૈતિક ફરજ છે. આથસ વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વંયસેવકો ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર અને બચાવની કામગીરી કરશે. જેમાં દરેક જિલ્લાવાસીઓને સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
- Advertisement -
પક્ષીઓ સુરક્ષિત રહે તે માટે સવારે 9 વાગ્યા પહેલા કે સાંજના 5 વાગ્યા પછી પતંગ ન ચગાવીએ ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરીએ અને ઘાયલ પક્ષી પર પાણીનો રેડીએ. જિલ્લામાં ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકાયો છે. ચાઇનીઝ, સિંથેટિક કે કાચ પાયેલી દોરીનો પતંગ ચગાવવામા ઉપયોગ ન કરીએ રાત્રીના સમયે ગુબ્બારા કે ફુગ્ગા ન ચગાવીએ જો તેમ કરશો તો દંડાશો. આ બેઠકમાં નાયબ વન સંરક્ષક નિકુંજસિંહ પરમાર, રેંજ ફોરેસ્ટ ઓફિસરઓ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રમુખઓ ઉપસ્થિત રહ્યા હતા.