ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ યોજાનાર એટ હોમ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ સાથે જરૂરી વ્યવસ્થાઓ સંદર્ભે સંબંધિત અધિકારીઓ સાથે પરમર્શ કર્યો હતો.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્પોર્ટ સંકુલ ખાતે તા.25 જાન્યુઆરીના 4.30 કલાકે એટ હોમ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં પધારનાર રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી ઉપરાંત જૂનાગઢ જિલ્લાના પ્રતિષ્ઠિત અને ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે.આ કાર્યક્રમ સંદર્ભે કલેકટરશ્રીએ બેઠક વ્યવસ્થા, વાહનોના પાર્કિંગ, મહાનુભાવોના આવાગમન વગેરે બાબતો અંગે જરૂરી વ્યવસ્થાઓ અને ગોઠવણ માટે સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત મહાનુભાવોના લાયઝન અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.