જિલ્લા-તાલુકા મથકો પર ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સોંપાતી ફરજ : ઓર્ડર ઇશ્યુ થયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લાના 15 મહેસુલી તલાટીઓને બઢતી આપી નાયબ મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે. જિલ્લા કલેકટર દ્વારા આ અંગેના ઓર્ડરો ઇશ્યુ કરી દેવામાં આવેલ છે.
- Advertisement -
આગામી ચોમાસાની ઋતુ દરમ્યાન વાવાઝોડુ, પુર, અતિ ભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત અને તકેદારીના પગલા લેવા માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર રાજયના 33 જિલ્લાઓ અને 271 તાલુકામાં તા. 1-6 થી તા. 30-11 સુધી શરૂ કરવામાં આવેલ છે.
જેમાં રાજકોટ જિલ્લામાં નાયબ મામલતદાર સંવર્ગની જિલ્લા કક્ષાએ 1 અને તાલુકા કક્ષાએ 14 મળી કુલ 15 જગ્યાઓ મંજૂર થયેલ છે. જેના પર આ 15 તલાટીઓને ટુંકાગાળાની કામગીરી માટે કલેકટર દ્વારા બઢતી આપવામાં આવી છે.
જેમાં કે.એમ.હાંસલીયા (રાજકોટ તાલુકા મામલતદાર કચેરી) એસ.એચ.જેસડીયા (રાજકોટ તાલુકા મામલતદાર કચેરી) જે.જી.સેજરીયા (જેતપુર ગ્રામ્ય) આર.આર.ઝાલા (જેતપુર ગ્રામ્ય), એમ.કે.પરમાર (ધોરાજી), એલ.જી.ગોહિલ (ગોંડલ ગ્રામ્ય), એમ.બી.સોરાણી (વિંછીયા), એ.એમ.વાઘેલા (રાજકોટ તાલુકા), એમ.આર.ગીધવાણી, એમ.બી.જાડેજા (ઉપલેટા), જી.બી.કનેરીયા, કે.જે.જાડેજા (ગોંડલ શહેર), એ.એમ.પડાણી (જસદણ), જે.એમ.સાંબડ અને ડી.આર.ઝાલા (રાજકોટ તાલુકા)ને મહેસુલ તલાટીમાંથી હંગામી બઢતી આપી નાયબ મામલતદાર તરીકે ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં નવી ઉભી કરાયેલ જગ્યા પર ફરજ સોંપવામાં આવી છે.