ખાસ-ખબર ન્યૂઝ જામકંડોરણા
જામકંડોરણા તાલુકાના રોધેલ ગામની કિંમતી જમીન વર્ષો પહેલાં વેચાણ થઈ ગયેલી હોવા છતાં વારસદારો દ્વારા વારસાઈ તથા વેચાણની નોંધ રદ કરવાના નાયબ કલેકટરના હુકમ સામે ડીલે-કોન્ડોનેશન અંગે થયેલી રીવીઝન અરજી પહેલી મુદતે રાજકોટ કલેકટરે નામંજૂર કરી છે.
- Advertisement -
આ કેસની સમગ્ર વિગત એવી છે કે જામકંડોરણા તાલુકાના રોધેલ ગામની સર્વે નં. 67ની જમીન એકર 6-24 ગુંઠા જમીન સાંથણીદાર તરીકે અબ્દુલા ખુદાબક્ષને મળેલી હતી, જે જમીનમાં તેમના કાયદેસરના વારસો શેરબાનુ અબ્દુલા તથા અનવર અબ્દુલાના ખાતે ડેપ્યુટી કલેકટરના હુકમ મુજબ નોંધ નં. 2738થી દાખલ કરવામાં આવેલી હતી, ત્યારથી આ જમીન તેમની માલીકી તથા કબજા ભોગવટાની આવેલી છે.
આ અગાઉ આ જમીનમાં સાંથણી અંગે દાખલ કરવામાં આવેલી નોંધ નં. 1770 તથા સાંથણીદાર ગુજરી જતાં તેના ઉપરોક્ત વારસદારોના નામે દાખલ થયેલી નોંધ 1861 તથા આ કામે જમીનમાં નાયબ કલેકટર સમક્ષ ચાલેલી અપીલ કેસ નં. 16-2001ના કામે હુકમ નોંધ દાખલ કરી ઉપરોક્ત સાંથણીદારના વારસદારોના નામે આ જમીન દાખલ કરવામાં આવેલી હતી, જે જમીન તેઓએ સને 2004માં કાયદેસર રીતે વેચાણ કરી આપેલી હતી. તેથી આ જમીન અંગે કોઈપણ જાતનો વિવાદ ચાલતો ન હતો પરંતુ ઉપરોક્ત વારસાઈ નોંધ નં. 1861ની સામે અબ્દુલા ખુદાબક્ષના કહેવાતા અન્ય વારસદાર આઈશાબેન અબ્દુલ મકરાણી તથા રૂકીયા અબ્દુલ મકરાણીએ આ નોંધ રદ કરવા માટે નાયબ કલેકટર ધોરાજી સમક્ષ અપીલ નં. લેન્ડ-અપીલ- દા.સુ.નં. 24-05-06 દાખલ કરતાં નાયબ કલેકટર દ્વારા આ અપીલ તા. 4-6-2007ના રોજ નામંજૂર કરેલી છે.
હાલના ખરીદનાર જમીન માલીક વતી એડવોકેટ ભાવેશ રંગાણી, વિશાલ ગીણોયા તથા ઈશાન ભટ્ટ રોકાયેલા હતા અને તેઓએ આ કામે વાંધેદારની ડીલે-કોન્ડોનેશન અરજી મંજૂર કરવા સામે કાયદાકીય જોગવાઈઓને આધીન દલીલ કરેલી તેમજ દસ્તાવેજી પુરાવા તથા હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજૂ કરેલા જેના આધારે વાંધેદારની ડીલે.અરજી રાજકોટના તત્કાલીન કલેકટર પ્રભવ જોષીએ પહેલી જ મુદતે પોતાના હુકમના તારણોમાં સ્પષ્ટતા કરતા આ રીવીઝન અરજી વાંધેદાર દ્વારા 17 વર્ષ 9 માસ અને 11 દિવસ બાદ રજૂ કરવામાં આવેલી હોય તેમજ સામાવાળાની દલીલ તથા પુરાવા ધ્યાને લેતાં આ વિલંબ કાયદાકીય રીતે માફ કરી શકાય તેમ ન હોય તેથી આ રીવીઝન એપ્લીકેશન રદ કરવામાં આવેલી છે તેમજ કેશ રજિસ્ટરેથી કમી કરવા હુકમ કરેલો છે.આ કામે સામાવાળાના એડવોકેટ તરીકે ભાવેશ રંગાણી, વિશાલ ગીણોયા તથા ઈશાન ભટ્ટ રોકાયેલા હતા.



