બાકી રહેલ જમીન સંપાદનની કામગીરી ગ્રામજનોના સહકારથી ત્વરિત પૂર્ણ કરવા સૂચના આપતા કલેકટર.
જાન્યુઆરી- ૨૦૨૩ સુધીમાં ટર્મિનલ બિલ્ડીંગ સહીત તમામ કામગીરી પૂર્ણ થશે.
રન-વેની કામગીરી ૫૦ ટકા, બાઉન્ડ્રી વોલની કામગીરી ૬૦ ટકા, જમીન સમથળ કરવાની કામગીરીની
૫૫ ટકા, પાર્કિંગ ટેક્સી ટ્રેક કામગીરી ૯૫ ટકા, ટેક્સી લિંક કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ.
૫૫ ટકા, પાર્કિંગ ટેક્સી ટ્રેક કામગીરી ૯૫ ટકા, ટેક્સી લિંક કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ.
રાજકોટ તા. ૧૮ ઓગસ્ટ – કલેકટર અરુણ મહેશ બાબુએ રાજકોટના હિરાસર ખાતે નિર્માણ પામી રહેલ આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટની સાઈટ વિઝીટ અને સમીક્ષા બેઠક કરી એરપોર્ટ કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે એરપોર્ટ અધિકારી ઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
કલેકટર એ બાઉન્ડરી વોલની અંદર જુના હિરાસર, લીમાકોટાડી અને ડોસલીધુના ગામોના બાકી રહેતા પ્રશ્નોનું ગ્રામજનોના સાથ સહકારથી સ્થળાંતર પૂર્ણ કરવા મામલતદાર અને પ્રાંત અધિકારી ઓને સૂચના આપી હતી. આ સાથે ઇન્ટર્નલ રોડ ડાયવર્ઝન, ઇલેક્ટ્રિસિટી વાયરીંગ શિફટિંગ, વિન્ડ મિલ શિફટિંગ સહિતના મુદ્દે સંબંધિત વિભાગના અધિકારી ઓને સૂચના આપી હતી.
- Advertisement -
કલેકટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહીત વિવિધ વિભાગના અધિકારી ઓએ રનવે, ચેક ડેમ, સહિતની વિવિધ સાઈટની મુલાકાત લીધી હતી. આ તકે એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજર લોકનાથ પાધે અને ડેપ્યુટી જનરલ મેનેજર અમિતાભ ચક્રવર્તીએ ચાલી રહેલ કામની માહિતી પુરી પાડી હતી.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા ખાતમુર્હત થયેલ એરપોર્ટ ૧૦૩૦ હેક્ટરમાં ફેલાયેલું છે. અહીં રનવેની કામગીરી ૫૦ ટકા, બાઉન્ડ્રી વોલ ની કામગીરી ૬૦ ટકા, જમીન સમથળ કરવાની કામગીરીની ૫૫ ટકા, પાર્કિંગ ટેક્સી ટ્રેક કામગીરી ૯૫ ટકા, ટેક્સી લિંક કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ ચુકી છે. ટર્મિનલ સિવાયની તમામ કામગીરી ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થઈ જશે જયારે ટર્મિનલ બિલ્ડીંગ જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં પૂર્ણ થઈ જશે. ૧૧.૫ કિ.મી. ઓપરેશનલ એરિયા તેમજ ૧૪.૫ કિ.મી. નોન ઓપરેશનલ એરિયામાં બાઉડનરી લાઈન પર સિક્યોરિટી ટાવર ઉભા કરાશે તેમ એરપોર્ટ અધિકારી એ જણાવ્યું છે.
આ તકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, જમીન સંપાદન અધિકારી પ્રજાપતિ, મામલતદારઓ, તલાટી મંત્રીઓ, નેશનલ હાઇવે ઓથોરિટી, આર.એન્ડ બી., પંચાયત, પાણી પુરવઠા, ઇરીગેશન સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.