મનુભાઈ ઢેબર સેનેટોરિયમની જગ્યાએ ક્રિટિકલ કેર યુનિટ બનશે: પ્લાન, નકશા તૈયાર કરવા કલેકટરે હૉસ્પિટલને આદેશ આપ્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ કલેકટર કચેરીની સામેના ભાગે અને સિવિલ હોસ્પિટલના પાછળના ભાગે આવેલી મનુભાઈ ઢેબર સેનેટોરિયમની જગ્યા પર 100 બેડની મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ બનશે આમ ક્રિટીકલ કેર યુનિટ માટે 20 કરોડની ગ્રાન્ટ કલેકટર દ્વારા ફાળવવામાં આવી છે. હવે આ જગ્યા પર હોસ્પિટલ બનાવવા માટેનો પ્લાન, નકશો તૈયાર કરવામાં આવશે. જિલ્લા કલેકટર દ્વારા મનુભાઈ ઢેબર સેનેટોરિયમની જગ્યાએ હોસ્પિટલ બનાવવાનો નિર્ણય રદ કરી આ હોસ્પિટલ રૈયા સ્માર્ટ સિટીમાં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે મનુભાઈ ઢેબર સેનેટોરિયમની જગ્યાને સિવિલ હોસ્પિટલને સોંપી દેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ કલેકટર કચેરીની સામેના ભાગે આવેલી મનુભાઈ ઢેબર સેનેટોરિયમની જગ્યા વર્ષોથી વણવપરાયેલી અને જર્જરિત હાલતમાં હતી, ત્યાં હવે નવી 20 કરોડના ખર્ચે 100 બેડની મલ્ટિસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ બનશે. આમ મનુભાઈ ઢેબર સેનેટોરિયમની જગ્યાએ ક્રિટીકલ કેર યુનિટ બનવાનું છે જેમાં 100 બેડ હશે. તેના માટે 20 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને આ માટે પ્લાન, નકશા તૈયાર કરવા કલેકટરે હોસ્પિટલને આદેશ આપ્યા છે.