કેટલાંક છાત્રો વિદ્યાર્થીઓ 3 હજાર રૂપિયા લીધા
એક જ કોર્સની અલગ-અલગ ફી વસૂલવામાં આવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તરપ્રદેશનાં કાનપુરની સંસ્થા ડો. આંબેડકર કોમ્પ્યુટર સાક્ષરતા મિશનની ઓફીસ જૂનાગઢનાં જોષીપરામાં આવેલી છે. અહીં કોમ્પ્યુટરનાં જુદાજુદા કોર્સ કરાવવામાં આવે છે. તેની ફી લેવામાં આવે છે. એક કોર્સનાં 5 હજાર જેવી ફી ઉધરાવી લઇને કોર્સનાં કોઇ પ્રમાણપત્ર કે સર્ટી આપવામાં આવ્યાં નથી. પરિણામે છાત્રોમાં રોષ ફેલાયો છે. એટલું જ નહી આ કલાસિસ દ્વારા એક કોર્સની અલગ-અલગ ફી લેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
જૂનાગઢનાં જોષીપરામાં ઉત્તરપ્રદેશનાં કાનપુરની સંસ્થા ડો.આંબેડકર કોમ્પ્યુટર સાક્ષરતા મિશનનાં નામે ક્લાસિસ ચાલે છે. જૂનાગઢ જિલ્લામાંથી અનેક વિદ્યાર્થીઓ જુદાજુદા કોર્સ માટે અહીં આવે છે. પરંતુ કલાસિસનાં સંચાલકો મોટી ફી ઉધરાવી લઇ હાથ ઉંચા કરી દીધાં છે. મેંદરડાની એક છાત્ર પાસેથી ટેલીનાં કોર્સનાં 5 હજાર રૂપિયા ફી લીધી હતી.બાદ બે વર્ષ થયા હજુ સુધી કોઇ જ પ્રકારનાં સર્ટી કે પ્રમાણપત્ર આપવામાં આવ્યાં નથી. આ સંસ્થાનાં નિકુંજભાઇને વાલીઓ ફોન કરી રહ્યાં છે તો યોગ્ય જવાબ આપવામાં આવતો નથી અને માત્ર વાયદા કરી રહ્યાં છે. એટલું જ નહી સંસ્થા દ્વારા એક કોર્સની જુદીજુદી ફી લેવાતી હોવાની વાત પણ સામે આવી છે. મેંદરડાની અન્ય એક છાત્રા પાસેથી ટેલી જીએસટીનાં કોર્સનાં 3 હજાર રૂપિયા લેવામાં આવ્યાં છે. એક કોર્સનાં કોર્સની ફીમાં બ હજાર રૂપિયાનું અંતર જોવા મળ્યું છે. આ છાત્રાએ વર્ષ 2019માં ટેલીનાં કોર્સ માટે ફી ભરી હતી. પરંતુ આજદિન સુધી તેને પણ કોઇ જ પ્રકારનાં પ્રમાણપત્ર કે સર્ટી આપવામાં આવ્યાં નથી. સંચાલકો માત્રને માત્ર તારીખ આપી રહ્યાં છે. વાલીઓ અને છાત્રો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની જણાઇ રહ્યું છે. સંસ્થા સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.