સ્વચ્છ ભારત મિશન અર્બન–૨.૦ લોન્ચ કરવામાં આવેલ છે. આગામી તહેવારના દિવસો દરમ્યાન બે અઠવાડિયા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઓછો વપરાશ કચરાનું સ્થળ ઉપર વર્ગીકરણ, ઘરમાં ઓછામાં ઓછી બે ડસ્ટબીન, સફાઈ ઝુંબેશ, દ્રારા તેમજ બ્યુટીફીકેશન કામગીરી હાથ ધરવાની હોય જેમાં રાજકોટ મહાનગર પાલિકા દ્રારા વેસ્ટ ઝોન હસ્તના વોર્ડમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્રારા આજ રોજ શહેરના સ્થાનિક એન.જી.ઓ.ના સહકારથી તમામ ગંદકી સંભવિત વિસ્તારની સાફ સફાઈ તેમજ બ્યુટીફીકેશનની કામગીરી હાથ ધરેલ.
જેમાં વોર્ડ નં.૦૧માં આવેલ આલાપગ્રીન સોસાયટી, રૈયા રોડ સોસાયટીના સહયોગથી દીવાલ પર ચિત્ર નગરી દ્રારા સ્વચ્છતા લગતના ચિત્ર દોરવા અંગેની કામગીરી કરવામાં આવેલ વોર્ડ નં.૧૦ માં મિલાપ નગર વિસ્તારના રહેવાસીઓ દ્રારા મિલાપ નગરની સફાઈ કરેલ જેમાં કુલ ૧૦ માણસો દ્રારા સફાઈ ઝુંબેશ હાથ ધરેલ વોર્ડ નં.૦૯ માં આવેલ પી.એફ. ઓફિસ ની આસપાસ નો વિસ્તાર, રવિ રત્ન મંદિર અને દેવાલય એપાર્ટમેન્ટ જલારામ નગર -૩ માં કુલ ૧૮ માણસો દ્રારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.
- Advertisement -
વોર્ડ નં.૧૨ માં આદર્શ સીટી ના રહેવાસીઓ દ્રારા આદર્શ સીટી ની આસપાસ કુલ ૮ સભ્યો દ્રારા સફાઈ ઝુંબેશ હાથ ધરેલ, વોર્ડ નં.૧૦ માં આવેલ ત્રણ માળીયા કવાર્ટર, આંગણવાડી, યુનિવર્સીટી રોડ ન્યુસન્સ પોઇન્ટ હોય જેને સી.સી. વર્ક કરી પાર્કિંગ સુવિધા માં ફેરવી દીધેલ આ કામગીરીમાં રાજકોટ મહાનગર પાલિકા તરફ થી વેસ્ટ ઝોન ના નાયબ પર્યાવરણ ઇજનેર ડી.યુ.તુવર ના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોન ના મદદનીશ પર્યાવરણ ઇજનેર રાકેશભાઈ શાહ અને ભાવેશભાઈ ખાંભલા તથા વોર્ડ નં.૧૦ના એસ.આઈ. કેતનભાઈ લખતરીયા એસ.એસ.આઈ. નીતિનભાઈ પરમાર અને વોર્ડ નં.૦૯ ના એસ.આઈ. મનોજભાઈ વાઘેલા અને એસ.એસ.આઈ. ઉદયસિંહ તુવરા વોર્ડ નં.૧૨ ના એસ.આઈ. કૌશિકભાઈ ધામેચા એસ.એસ.આઈ. સંજયભાઈ ચાવડા હાજર રહી કાર્યકમમાં જોડાયેલ.