પર્વતીય રાજયો બાદ હવે મેદાની ક્ષેત્રોમાં કાતિલ ઠંડીનો સપાટો
શ્રીનગરમાં તાપમાન માઈનસ 5.3 ડીગ્રી : પંજાબમાં પારો શુન્ય ડીગ્રીએ સરકી ગયો
ઉત્તરપ્રદેશમાં 5 ડીગ્રી સાથે અયોધ્યા સૌથી ઠંડુ: ઉતરાખંડમાં હિમપાત: હિમાચલમાં માઈનસ તાપમાન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
- Advertisement -
દેશમાં ઉતરથી માંડીને મધ્ય ભાગોમાં ઠંડીનો પ્રકોપ વધવા લાગ્યો છે અને હવામાન વિભાગ દ્વારા 23 મી ડીસેમ્બર સુધી કોલ્ડવેવની સ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે.
દેશના પર્વતીય રાજયોની સાથે સમગ્ર ઉતર અને મધ્ય ભારતના રાજયોમાં ઠંડીનો સપાટો રહ્યો છે. ઉતરીય રાજયોમાં તાપમાનનો પારો પાંચ ડીગ્રીની નીચે સરકયો છે. મધ્ય ભારતમાં પણ સડસડાટ નીચે ઉતરતા ઠંડી કાતિલ બની છે. જમ્મુ-કાશ્મીરમાં હાડ થીજાવતી ઠંડી હોય તેમ શ્રીનગરમાં તાપમાન માઈનસ 5.3 ડીગ્રી નોંધાયુ હતું અને સીઝનનો સૌથી ઠંડો દિવસ બન્યો હતો.
હવામાન વિભાગ દ્વારા હિમાચલ પ્રદેશમાં 23 ડીસેમ્બર સુધી કોલ્ડવેવની સ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે. મેદાની રાજયોમાં પણ તાપમાન નીચુ આવ્યું હતું. પંજાબનાં ફરીદકોટમાં પારો શુન્ય પર આવી ગયો હતો.
ફઝીલ્કામાં 9 ડીગ્રી તથા પઠાણકોટમાં 1.7 ડીગ્રી નોંધાયો હતો પંજાબમાં પણ 23 ડીસેમ્બર સુધી શીતલંહેર જારી રહેવાની આગાહી વચ્ચે યલો એલર્ટની ઘોષણા કરવામાંઆવી છે હરીયાણામાં પણ હાલત સમાન છે.
રાજયનાં હિસ્સામાં તાપમાન 1.6 ડીગ્રી નોંધાયુ હતું.પાટનગર દિલ્હીમાં 5.9 ડીગ્રી હતુ. ઉતરપ્રદેશમાં અયોધ્યા સૌથી ઠંડુ શહેર બન્યુ હતું. જયાં તાપમાન પાંચ ડીગ્રી નોંધાયુ હતું. હવે ઠંડીની સાથોસાથ ગાઢ ઘુમ્મસ સર્જાવાની પણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગનાં કહેવા પ્રમાણે દિવસે સુર્યપ્રકાશ વાતાવરણને કારણે રાહત મળે છે પરંતુ વહેલીસવારે તથા રાત્રે કાતીલ ઠંડીનો કહેર રહ્યો છે.
મેદાની રાજય બિહારમાં પણ હવામાન પલ્ટા સર્જાયો હતો બે દિવસમાં તાપમાન ઘટવા સાથે ઠંડી વધવાની તથા ઘુમ્મસ સર્જાવાની આગાહી કરવામાં આવી છે.
હિમાચલ પ્રદેશમાં ઠંડીનો પ્રકોપ રહ્યો છે કાનીબલમાં સૌથી નીચુ માઈનસ 8.5 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. ઉતરાખંડમાં બદરીનાથ, હેમકુંડ, સાહીબ આસપાસનાં ઉંચા ભાગોમાં હિમવર્ષા થઈ હતી. લાહુલ-સ્પીતી સ્થિત માં તાપમાન 6 ડીગ્રી નોંધાયુ હતું.
હવામાન વિભાગે 20-21 ડીસેમ્બરે ઝારખંડમાં હળવો વરસાદ થવાની આગાહી કરી છે.ચક્રાવાતી અસર હેઠળ તાપમાનમાં વધારો શકય છે. ઉતર-મધ્ય ભારતના રાજયોમાં ઠંડીમાં વધારા સાથે જનજીવન પર અસર વર્તાવા લાગી છે.
નલીયા 7.5, રાજકોટ, અમરેલી, જામનગરમાં 9 ડિગ્રી
ગુજરાતના ચાર શહેરોમાં સિંગલ તાપમાન ડિઝીટમાં
- Advertisement -
ભુજમાં 10.6, વડોદરામાં 14.8, ડિસા-ગાંધીનગરમાં પણ 12 ડિગ્રી : ગઇકાલે આંશિક ઘટાડા બાદ આજે ફરી ઠંડી વધી : મોડી સાંજે અનેક બજારો સુમસામ
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગઇકાલે ઠંડીમાં આંશિક ઘટાડા બાદ આજે ફરી ઠંડીની તિવ્રતા વધી ગઇ હત અને આજરોજ ચાર શહેરોમાં સિંગલ ડિઝીટ તાપમાન નોંધાયુ હતું. આજે સવારે નલિયા ખાતે 7.5 ડિગ્રી, અમરેલીમાં 9.8 અને રાજકોટ શહેરમાં 9.3 ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાયુ હતું.જયારે ભાવનગર ખાતે પણ 9.6 ડિગ્રી સાથે કડકડતી ઠંડીનો અનુભવ થયો હોત. પ્રાપ્ત થતા વધુ અહેવાલો મુજબ અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોલ્ડેવેવની અસર હોય ભારે પવન સાથે કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા છે. ત્યારે આજે વ્હેલી સવારે અમરેલી જિલ્લામાં ચાલું સિઝનમાં ફરી એક વખત સિંગલ ડિઝિટમાં અમરેલી 9.8 ડિગ્રી જેટલું નીચું તાપમાન તાપમાન નોંધાયું છે.
અમરેલી શહેર સહિત જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસથી ભારે ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે આજે સવારે શહેરના મુખ્યા માર્ગો મોડે સુધી સૂમસામ જોવા મળતા હતા. ત્યારરે સવારે સ્કૂલે જતાં બાળકો પણ રંગબેરંગી ગરમ કપડામાં ઢબુરાઈને સ્કૂલે જતાં જોવા મળતા હતા. જયારે મોર્નિંગ વોકમાં નીકળતા લોકો પણ ઠંડીના કારણે ઓછા જોવા મળી રહયા હતા.ગઇકાલ દિવસભર હવામાન ઠંડુગાર રહેતા અને રાત ઢળતા જ ઠંડી વધી જતાં શહેરના વેપારીઓ પણ રાત્રે વહેલાસર ધંધા રોજગાર આટોપી અને ઘર તરફ નીકળી ગયા હતા.
ત્યારે આજે અમરેલી ખાતે મહત્તમ તાપમાન 30.2 લઘુત્તમ તાપમાન 9.8 ભેજનું પ્રમાણ 70 ટકા અને પવનની ગતિ 4.9 કિ.મી. નોંધાયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલાં પણ અમરેલીનું તાપમાન 9.6 ડિગ્રી જેટલું નોંધાયા બાદ આજે ફરી એક વખત લઘુત્તમ તાપમાન 9.8 નોંધાયું છે.તથા ગોહિલવાડ પંથકમાં બે દિવસ ઠંડીનો પ્રકોપ રહ્યા બાદ 24 કલાકમાં લઘુતમ તાપમાન બે ડિગ્રી ઉચકાતા ઠંડીમાં થોડી રાહત અનુભવાય છે.
આજે બુધવારે ભાવનગર શેનું લઘુતમ તાપમાન 14. 4 ડીગ્રી નોંધાયું છે. જ્યારે સવારે વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 56% રહ્યું હતું અને પવનની ઝડપ આઠ કિ.મી પ્રતિ કલાકની રહી હતી.આ ઉપરાંત આજરોજ સવારે અમદાવાદ ખાતે 14.8, વડોદરામાં 14.8, ભુજમાં 10.6, દમણમાં 14.4, ડિસામાં 1ર.8, દિવમાં 1પ, દ્વારકામાં 16.ર તથા ગાંધીનગર ખાતે 12 ડિગ્રી અને કંડલામાં 13.પ, ઓખામાં 18.6, પોરબંદરમાં 10.પ, સુરતમાં 1પ.ર તથા વેરાવળમાં 16.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.