ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર તેમજ ગિરનાર પર ઠંડીનો ચમકાનો જોવા મળી રહ્યો છે. મોડી સાંજથી અને વ્હેલી સવાર સુધી ઠંડી વધી છે. ત્યારે જૂનાગઢ કૃષિ યુનિ. ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યુ હતુ કે, ગુરૂવારે લઘુત્તમ તાપમાન 14.6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32.1 ડિગ્રી રહ્યુ હતું. અને ગિરનાર ઉપર લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી આસપાસ રહ્યુ હતુ. ઠંડીનો પારો નીચે ઉતરતા લોકોએ ગરમ કપડાનો સહારો લેવાની શરૂઆત થઇ છે.
જૂનાગઢમાં ઠંડીનો ચમકારો: ગિરનાર પર લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહ્યું
