અમદાવાદમાં 18 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન જ્યારે સુરતમાં 23 ડિગ્રી, વડોદરામાં 21 ડિગ્રી અને રાજકોટમાં 20 ડિગ્રી, કચ્છના નલિયામાં 19 ડિગ્રી, બનાસકાંઠામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું
શિળાયાની સિઝન શરૂ થતા જ હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીમાં પર્યટક સ્થળો ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. જો કે, વહેલી સવારે ગુલાબી ઠંડીમાં મોનિંગ વોક માટે જતા લોકોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો વળી કેટલાક લોકો ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પૂરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે. રાજ્યમાં ગુલાબી ઠંડી દસ્તક દેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. ચાલો જાણીએ આજે મોટો શહેરમાં કેટલું તાપમાન છે
- Advertisement -
ક્યાં કેટલું તાપમાન નોંધાયું
જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે ત્યારે રાજ્યમાં ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે, મોટા ભાગના શહેરોમાં નીચું તાપમાન જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. અમદાવાદમાં 18 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. સુરતમાં 23 ડિગ્રી, વડોદરામાં 21 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. તો બીજી તરફ રાજકોટમાં 20 ડિગ્રી, કચ્છના નલિયામાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બનાસકાંઠામાં 17 ડિગ્રી, ડીસામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે
18 નવેમ્બર બાદ અમદાવાદમાં થશે વધારે ઠંડીનો અનુભવ
અમદાવાદની જો વાત કરીએ તો તારીખ 18 નવેમ્બર બાદ શહેરમાં લોકોને વધારે ઠંડીનો અનુભવ થશે. હાલમાં અમદાવાદ, ડીસા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ તેમજ ભૂજમાં 20 ડિગ્રીથી નીચે તાપમાનનો પારો જઈ રહ્યો છે. આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા શરૂઆતમાં ઠંડીની આગાહી કરાઇ છે. ત્યારે હવે ઉત્તર-પૂર્વના ઠંડા પવનો શરૂ થતા લોકોને ઠંડીનો વધારે અહેસાસ થશે.
ગુજરાતમાં વધતું ઠંડીનું જોર
રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે હવે ધીમે ધીમે ઠંડી જમાવટ કરી રહી છે વહેલી સવારે ફૂલગુલાબી ઠંડી અહેસાસ થવા લાગ્યો છે જ્યારે બપોર બાદ સામાન્ય ગરમીનો પણ અહેસાસ થાય છે આમ શિયાળામાં ઠંડી અને ગરમી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે રાજ્યના મોટા ભાગનાં શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે.