1 દિવસમાં 250MLથી વધુ કોલ્ડ્રિંક પીવું આરોગ્ય માટે હાનિકારક: કંપનીઓ કેમિકલની જાણકારી પણ નથી આપતી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
- Advertisement -
દેશમાં વેચાતાં કોલ્ડ્રિંક્સમાં આઇસીએમઆરના માપદંડોથી પાંચ ગણી વધુ ખાંડ નાખવામાં આવે છે. આ ડ્રિંક્સ બનાવવા ઉપયોગમાં લેવાતી સામગ્રી અને તેમાં રહેલી કેલેરી પણ છુપાવવામાં આવી રહી છે. ખાનગી મિડીયાની તપાસમાં જાણ્યું કે આ ડ્રિંક્સની બોટલમાં લોગોવાળી લેબલની પાછળ ખૂબ નાની જગ્યામાં આ સામગ્રી કે ‘ઇન્ગ્રેડિએન્ટ્સ’ની જાણકારી આપવામાં આવે છે.
જ્યારે, આ કંપનીઓ પોતાના મૂળ દેશ અમેરિકામાં જે ડ્રિંક્સ વેચે છે, તેમાં લોગોવાળા લેબલની નીચે વધુ એક લેબલ લગાવવામાં આવે છે, જેમાં મોટા અક્ષરોમાં ‘ઇન્ગ્રેડિએન્ટ્સ’ અને કેલેરીની જાણકારી લખેલી હોય છે. અમેરિકામાં સિંગલ ડ્રિંક બોટલ 330 મિલીની હોય છે, જેથી લોકો એક દિવસમાં 250 મિલીથી વધુ ન લે. ભારતમાં આ બોટલ 750 મિલીની છે, જેમાં લગભગ 80 ગ્રામ ખાંડ હોય છે. આરોગ્યની સાથે ખિસ્સું પણ ખાલી થઈ રહ્યું છે: એક્સપર્ટ : આઇસીએમઆરની ગાઇડલાઇન મુજબ, એક દિવસમાં સ્વસ્થ વ્યક્તિને 25 ગ્રામથી વધુ ખાંડ ન લેવી જોઈએ. જ્યારે, 750 મિલીના એક કોલ્ડ્રિંકમાં લગભગ 80 ગ્રામ ખાંડ હોય છે. આરોગ્યની સાથે કાર્બોનેટ ડ્રિંક આપના ખિસ્સા ઉપર પણ તરાપ મારી રહ્યું છે. તમે આ બોટલના રૂ.40 ચૂકવીને 80 ગ્રામ ખાંડ જ લઈ રહ્યા છો. ખાંડ ઉપરાંત આ ડ્રિંકમાં માત્ર પાણી અને રંગ જ હોય છે, જેની કોઈ ખાસ કિંમત નથી. રૂ.45 પ્રતિ કિલોના હિસાબથી આ ખાંડ રૂ. 3.60ની છે. હવે તમે જાતે જ વિચારો કે કેટલા પૈસા આપીને કેટલો સામાન લઈ રહ્યા છીએ. તેમ અરુણ ગુપ્તા, સંસ્થાપક, ન્યૂટ્રિશન એડવોકેસી ઇન પબ્લિક ઇન્ટરેસ્ટ (એનએપીઆઇ), નવી દિલ્હીએ જણાવ્યું હતું.
અમેરિકન કાર્બોનેટ ડ્રિંક્સમાં સ્પષ્ટ લખ્યું છે કે ત હેલ્થ ડ્રિંક નથી. (ભારતીય કોલ્ડડ્રિક્સમાં લખેલું હોતું નથી.)
અમેરિકામાં બોટલ પર લખેલું છે કે કાર્બોનેટ વોટરની સાથે કેરામલ કલર્સ નાખેલા છે. તેમાં ફોસ્ફોરિક ઍસિડ અને કેફીન ભેળવ્યાં છે. (અહીં નથી લખતા)
ભારતમાં 750 મિલીની ‘કાર્બોનેટ ડ્રિંક’ની બોટલમાં 10.6 ગ્રામ/100 મિલી લેખે 79.5 ગ્રામ ખાંડ મળી આવી છે. આઇસીએમઆરની ગાઇડલાઇન કહે છે કે 100 ગ્રામના પીણામાં 2 ગ્રામથી વધુ ખાંડ ન હોવી જોઈએ. દિવસમાં 25 ગ્રામથી વધુ ખાંડ ન ખાવી જોઈએ.