13 પથ્થર કટિંગ મશીન, 1 GCB, 1 ડમ્પર, 3 ટ્રેકટર સહિત 63 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દંડ સહિતની કાર્યવાહી હાથ ધરી
‘ખાસ ખબર’ની તકેદારી અને પત્રકારત્વનો પ્રભાવ
આ સમગ્ર ઘટનામાં ‘ખાસ ખબર’ દ્વારા પ્રકાશિત કરાયેલા અહેવાલોનો પ્રશાસન પર સીધો પ્રભાવ જોવા મળ્યો છે. ગેરકાયદે ખનન સામે તંત્ર અને મીડિયાની સંયુક્ત સતર્કતા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. સ્થાનિક લોકોએ પણ ‘ખાસ ખબર’ દ્વારા લેવાયેલા પગલાંને બિરદાવ્યા છે અને સરકારને અનુરોધ કર્યો છે કે આવી વધુ કાર્યવાહી કરવામાં આવે.
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લાના બળેજ ગામમાં ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગની ટીમે મોડી રાત્રે આકસ્મિક દરોડા પાડી ત્રણ અલગ-અલગ ખાણકામ સ્થળોથી કુલ 13 પથ્થર કટિંગ મશીનો જપ્ત કરી, જેની અંદાજિત કિંમત ₹25 લાખ જેટલી છે. આ કાર્યવાહી પોરબંદર જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણીના માર્ગદર્શન હેઠળ અને ભૂસ્તરશાસ્ત્રી કિરણ પરમાર તેમજ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી મિતેષ મોદીના નિર્દેશો મુજબ કરવામાં આવી. પકડી પડાયેલા તમામ સાધનો અને મશીનો નવીબંદર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને આગળની નિયમિત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
રાણાવાવ નજીક વધુ દરોડા પાડવામાં આવ્યા છે જેમાં ₹38 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સત્તાવાળાઓએ ગેરકાયદે રેતી ખનન પર પણ કડક પગલાં ભર્યા છે. 25 જાન્યુઆરીની મોડી રાત્રે, ખાણ ખનીજ વિભાગની ટીમે બે ટ્રેક્ટર અને એક ઉંઈઇ સહિત કુલ ₹38 લાખના મુદ્દામાલની અટકાયત કરી. આ તમામ વાહનો રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે સીલ કરી દેવામાં આવ્યા છે. તેમજ, ૠઉં10ઝટ1010 નંબરનું એક ડમ્પર ગેરકાયદે રીતે રેતી વહન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હોવાનું સામે આવતા, તેને પણ સીઝ કરી કલેક્ટર કચેરી ખાતે રાખવામાં આવ્યું છે. ગેરકાયદે ખનન પર ‘ખાસ ખબર’ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર સજાગ બન્યું અને ત્વરિત કાર્યવાહી કરી. પોરબંદરમાં ગેરકાયદે ખનીજચોરી રોકવા તંત્રની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માની શકાય.
- Advertisement -
પોરબંદરના બળેજ અને રાણાવાવ ગામમાં ખાણ ખનીજ વિભાગના દરોડા ₹63 લાખનો મુદ્દામાલ સીઝ હવે શું?
1 રેવન્યુ વિભાગ તથા ખાણ ખનીજ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
2 આગામી દિવસોમાં ગેરકાયદે ખનીજચોરી પર વધુ દરોડા પાડવામાં આવશે.
3 ગેરકાયદે ખનન કરતા માફિયાઓ સામે કડક પગલાં ભરવામાં આવશે.
બળેજમાં ગેરકાયદે ખનન પર દરોડા, 25 લાખનો મુદ્દામાલ ઝડપાયો!
પોરબંદર જિલ્લાના બળેજ ગામમાં ખાણ ખનીજ વિભાગની ટીમે મોડી રાત્રે આકસ્મિક તપાસ કરી ગેરકાયદે ખનન કરતા ખનીજમાફીયાઓ પર કાર્યવાહી કરી છે. રેવન્યુ તથા ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં 13 પથ્થર કટિંગ મશીન સીઝ કરીને 25 લાખના મુદ્દામાલ સાથે નવીબંદર પોલીસની કસ્ટડીમાં મુકવામાં આવ્યો છે.
પોરબંદર LCBથી સત્ય સહન થતું નથી: ‘ખાસ-ખબર’ના પ્રતિનિધિને વ્હોટ્સએપ્પ ગ્રુપમાંથી રિમૂવ કર્યા
પોરબંદર પોલીસ અને પ્રેસનું એક વોટ્સએપ ગ્રુપ ચલાવવામાં આવે છે. આ ગ્રુપમાં પોલીસ અને પ્રેસ સત્ય અને સચોટ માહિતી શેઅર કરતું હોય છે. ‘ખાસ-ખબર’ના પ્રતિનિધિ પણ આ ગ્રુપમાં ખાણ-ખનીજ ચોરીનું સત્ય અને સચોટ જાણકારી શેર કરતા હોય છે. જોકે પોરબંદર કઈઇથી સત્ય સહન થતું નથી એટલે જ આજરોજ ‘ખાસ-ખબર’ના પ્રતિનિધિને વ્હોટ્સએપ ગ્રુપમાંથી ઈન્ચાર્જ પીઆઈ આર. કે. કાંબડીયાએ રિમૂવ કર્યા હતા. અન્ય પત્રકારોને પણ રિમૂવ કરવામાં આવ્યા છે. આ અંગે ‘ખાસ-ખબર’ના પ્રતિનિધિએ પોરબંદર એસપી સાથે વાતચીત કરી હતી. પોરબંદર એસપીએ આ વિશે કહ્યું હતું કે, ઈન્ચાર્જ પીઆઈને સમગ્ર મામલે કારણ પૂછવામાં આવશે અને જરૂર જણાય તેમની પાસેથી લેખિત ખુલાસો પણ માગવામાં આવશે.
એક સમયે ખાપરા-કોડિયાએ કહ્યું હતું ‘તમારે લખવું હોય એ લખી લો, ખનીજ ચોરી ચાલું જ રહેશે!’
પોરબંદર પોલીસના ખાપરા-કોડિયાએ ‘ખાસ-ખબર’ના પ્રતિનિધિ ખાણ ખનીજ ચોરીનું સત્ય પ્રકાશિત ન કરે તે માટે ખૂબ દબાવ્યા છે. એક સમયે તો ખાપરા-કોડિયાએ ત્યાં સુધી કહ્યું હતું કે, ‘તમારે લખવું હોય એ લખી લો, ખનીજ ચોરી ચાલું જ રહેશે!’ આમ સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવ્યા છતાં ‘ખાસ-ખબર’ના પ્રતિનિધિએ ખાણ ખનીજ ચોરીનું સત્ય પ્રકાશિત કરવામાં કોઈ કસર છોડી નથી.