ખાસ-ખબર સંવાદદાતા
સુપ્રીમ કોર્ટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ કોકા-કોલાના બોટલિંગ યુનિટ પર 15 કરોડ રૂપિયાનો દંડ ફટકારવાના એનજીટીના આદેશ પર સ્ટે મૂકી દીધો છે. ઉત્તર ભારતમાં કોકા-કોલાના બોટલિંગ યુનિટ મૂન બેવરેજિસ પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ 15 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ, ન્યાયમૂર્તિ બી આર ગવઇ અને ન્યાયમૂર્તિ એ એસ બોપન્નાની બનેલી ખંડપીઠે મૂન બેવરેજિસની અરજીને પગલે ગાઝિયાબાદના રહેવાસીને નોટિસ ફટકારી છે. ગાઝિયાબાદના આ રહેવાસીની અરજીને પગલે જ એનજીટીએ મૂન બેવરેજિસ પર 15 કરોડ રૃપિયાનો દંડ ફટકાર્યો હતો.