રોનાલ્ડો પ્રેસ-કોન્ફરન્સમાં ગુસ્સામાં કોલ્ડ ડ્રિંકની બોટલો ઉઠાવીને નીચે રાખી દીધી, બૂમ પાડીને બોલ્યો, પાણી પીવાની આદત રાખો, આ ઘટનાથી કંપનીને કરોડોનો ફટકો પડ્યો
યુરો કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રેસ-કોન્ફરન્સમાં કોલ્ડ ડ્રિંકની બોટલ જોઈને રોષે ભરાયો હતો. આ ઘટના બાદ બોટલને ડેસ્કમાંથી હટાવી દેતા સોફ્ટ ડ્રિંક કંપની કોકા-કોલાને કરોડોનું નુકસાન થયું છે. રોનાલ્ડોએ ન તો કોઈપણ પ્રકારની ડિલ તોડી છે, ન તો એણે કોઈ કંપનીને દગો આપ્યો છે. એણે તો ફક્ત સોફ્ટ ડ્રિંકની બોટલને પોતાના ડેસ્કથી 3-4 ફૂટ દૂર મૂકી દીધી હતી. જેથી કરીને કંપનીના માથે રાતો-રાત સંકટ રૂપી પહાડ તૂટી પડ્યો હતો.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર યૂરોપમાં બપોરે 3 વાગ્યે માર્કેટ ખુલ્યું હતું, જેમાં તે સમયે કોકા કોલા કંપનીના શેરનો ભાવ 56.10 ડોલર હતો. લગભગ અડધો કલાક પછી રોનાલ્ડોની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને ત્યારપછી ગણતરીની મિનિટમાં કોકા કોલાના શેર ગગડવા લાગ્યા હતા. પ્રથમ 55.22 ડોલર સુધી ગગડ્યા બાદ સતત કોકા કોલાના શેરમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. કંપનીના શેરના ભાવમાં 1.6 ટકાનો ઘટાડો થયો હતો અને આશરે કંપનીને 30 હજાર કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે.