સન્ની વાઘેલા
દર ત્રણ મિનિટે થાન અને મૂળીની ધરા ધણધણી ઉઠે છે
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર કોલસાના ધંધામાં માત્ર ખનિજ ચોરી જ ગેરકાયદેસર નથી પરંતુ અહી જમીનથી 200 ફૂટ ઊંડાઈમાંથી કોલસો કાઢવા માટે ગેરકાયદેસર જીલેટીંગ એટલે કે જવલનશીલ પદાર્થનો ઉપયોગ થાય છે. એક પ્રકારે આ દારૂખાનું જ હોય છે જે ખુબજ સંવેદનશીલ ગણવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને મૂકી પંથકમાં આશરે 200 ફૂટની ઊંડાઈ બાદ કોલસો નીકળે છે જેનું ખોદ કામ કરતા સમયે જમીનમાં થોડા અંતરે જતા પથ્થરનો ભાગ આવે છે આ પથ્થરને તોડી પાડવા માટે અતિ જવલનશીલ પદાર્થ તરીકે જાણીતા જીલેટીંગનો ઉપયોગ થાય છે. ખરેખર આ પદાર્થ સામાન્ય રીતે લાયસન્સ વગર ખરીદવો કે વેચાણ કરવો ગેરકાયદેસર ગણવામાં આવે છે
પરંતુ થાન અને મૂળીમાં તો વર્ષોથી આખી જમીનો ગેરકાયદેસર ખોદી નાખવામાં આવી છે જેથી આ જવલનશીલ પદાર્થ થકી જમીનમાં બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. મુળી અને થાનગઢ પંથકના રહીશોનું કહેવું છે કે જે ગામમાં કોલસાનો ગેરકાયદેસર ખનન ચાલે છે તે તમામ ગામોમાં રાત્રીના સમયે દર ત્રણ મિનિટે બલાસ્ટિંગના લીધે ધરતી ધણધણી ઊઠી છે. આ પ્રકારના વાતાવરણમાં તેઓ વર્ષોથી રહે છે બલાસ્ટિંગના લીધે તેઓના મકાનમાં વાસણ પણ નીચે પડી જાય છે અને નાના બાળકો રાત્રીના સમયે ખુબજ દર અનુભવે છે જ્યારે દર ત્રણ મિનિટે થતાં બલાસ્ટિંગના લીધે અહી એકાદ કિલોમીટર સુધી તમામ નવ નક્કોર મકાનોમાં પણ તિરાડો પડેલી જોવા મળે છે જ્યારે કેટલાક વાડી વિસ્તારમાં તો પાણીના બોર પણ બુરાઈ ગયા છે ત્યારે બલાસ્ટિંગના સ્થળની આજુબાજુ લગભગ પાચ કિલોમીટર સુધી સ્પષ્ટપણે અવાજ સંભળાય છે પરંતુ અહીથી નીકળતા પોલીસ વિભાગ, ખાણ ખનિજ વિભાગ કે મામલતદાર સહિતના અધિકારીઓને બહેરા થઈ જતાં તેઓને આ અવાજ સંભળાતો નથી સાથે જ અધિકારીઓ આંધળા થઈ જતાં હોવાથી અહી ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનન પ્રક્રિયા પણ નજરે દેખાતી નહિ હોવાનો આક્ષેપ કરાયો છે.