ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત દિવાલને રંગે રોગાન કરવામાં આવેલ છે. કલરફુલ દિવાલ પર ખાનગી કલાસીસ દ્વારા જાહેરાતનું સ્ટીકર લગાવતા મહાનગરપાલિકા દ્વારા કલાસીસ સંચાલક પાસેથી રૂા.પ0 હજારનો દંડ ફટકાર્યો હતો. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત વિવિધ વિસ્તારમાં દિવાલને રંગ રોગાન કરી ડિઝાઇન દ્વારા શણગાર કરાયા છે. દિવાલ પર કોઇ પણ પ્રકારના સ્ટીકર કે બેનર લગાડવા જણાવ્યુ છે અને પરવાનગી વગર લગાડનાર સામે દંડ વસુલવાની પણ ચિમકી અપાઇ હતી. છતાં પણ મુક લોકો સસ્તી પ્રસિદ્ધિ માટે મહાનગરપાલિકરાની દિવાલ પર જાહેરાતના સ્ટીકર લગાવતા કદરૂપી કરે છે. પરવાનગી વગર દિવાલ ર જાહેરાતના સ્ટીકર લગાવનાર એક્સિસ ઇન્સ્ટિટ્યુટ કોચિંગ કલાસીસને રૂા.50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મનપા દ્વારા કલાસીસ સંચાલક પાસે દંડ વસુલવાની તજવીજ હાથ ધરી છે. પાલિકાની કાર્યવાહીથી ગેરકાયદેસર જાહેરાત કે બેનર લગાડતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
જૂનાગઢની સુંદર દીવાલોને બદસૂરત બનાવનાર કોચિંગ ક્લાસીસને 50 હજારનો દંડ
