29 પ્રકારની રમતો, 30 કરોડના ઈનામો
ગુજરાત સરકાર દ્વારા યોજાનારા ખેલમહાકુંભ 2022 માટે રજીસ્ટ્રેશનનો આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ સ્થિત શ્રી શકિત ગ્રીન્સ એન્ડ કન્વેશન સેન્ટરથી શુભારંભ કરાવશે ખેલ મહાકુંભમાં 30 કરોડના ઈનામોથી વિજેતા ખેલાડીઓને નવાજવામાં આવશે. અલગઅલગ 29 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિવ્યાંગો ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજેે સાંજે 7.30 કલાકે અમદાવાદ ખાતે ખેલ મહાકુંભ-2022નો શુભારંભ કાર્યક્રમ યોજાશે, જેનું તમામ જિલ્લા મથકો ખાતે ઓનલાઇન પ્રસારણ કરવામાં આવશે.