ઘુંનડા રોડ પર આવેલા રામેશ્વર ફાર્મમાં ખાતમુહૂર્ત લોકાર્પણના કાર્યક્રમ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
મોરબી જિલ્લામાં વિકાસ કામોને વેગ આપવા માટે મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રવાપર ગામ નજીક આવેલા રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે તા. 26 બુધવારે બપોરે 2:00 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.
- Advertisement -
આ કાર્યક્રમમાં મોરબી શહેર અને જિલ્લામાં કુલ ₹1000 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપના સંગઠન દ્વારા વિવિધ મંડલોની બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ગરમીની મોસમ હોવા છતાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવા માટે ભાજપની વિવિધ ટીમો કાર્યરત છે. કાર્યક્રમની સફળતા માટે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર પણ તમામ જરૂરી વ્યવસ્થાઓ કરી રહ્યું છે. મોરબી શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં નાગરિકો આ કાર્યક્રમમાં હાજરી આપશે તેવી અપેક્ષા છે.