-એક્સાઇઝ પોલિસીના મામલે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ સામે આવ્યું
દિલ્હી દારૂ કૌભાંડ મામલે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દારૂનીતિ મામલે આમ આદમી પાર્ટીની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં દિલ્હી દારૂ કૌભાંડની તપાસ વચ્ચે હવે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ સામે આવ્યુ છે.
- Advertisement -
EDની પૂરક ચાર્જશીટમાં ઘણા મોટા ખુલાસા થયા છે. હવે એક્સાઇઝ પોલિસીના મામલે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ સામે આવ્યું છે. EDની ચાર્જશીટ મુજબ, મનીષ સિસોદિયાના પીએ સી અરવિંદે તેમના નિવેદનમાં રાઘવ ચઢ્ઢાનું નામ લીધું છે. આ તરફઆ હવે રાઘવ ચઢ્ઢાનું નામ સામે આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે.
AAP Rajya Sabha MP Raghav Chadha's name also mentioned in ED's Delhi liquor policy case supplementary chargesheet.
Statement reads- …at Deputy CM Manish Sisodia’s residence, there was a meeting of Raghav Chadha, ACS Finance of Punjab Govt, Excise Commissioner, Varun Roojam,… pic.twitter.com/g4QOLSYnTF
- Advertisement -
— ANI (@ANI) May 2, 2023
ચાર્જશીટ અનુસાર સી અરવિંદે પોતાના નિવેદનમાં કહ્યું કે, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે એક બેઠક યોજાઈ હતી. જેમાં પંજાબના એક્સાઈઝ કમિશનર રાઘવ ચઢ્ઢા, એક્સાઈઝ ઓફિસર અને વિજય નાયર હાજર હતા. ચાર્જશીટમાં રાઘવ ચઢ્ઢાના નામનો ઉલ્લેખ છે. જોકે આરોપી તરીકે કોઈનું નામ નથી.
વિજય નાયર AAPના મહત્વના સભ્ય હતા
EDએ ચાર્જશીટમાં જણાવ્યું હતું કે, વિજય નાયરે અરુણ પિલ્લઈ, અભિષેક બોઈનાપલ્લી અને બૂચી બાબુ સાથે ઝૂમ કોલની વ્યવસ્થા કરી હતી. તે જણાવે છે કે વિજય નાયર આમ આદમી પાર્ટી (AAP) ના મહત્વના સભ્ય હતા અને એક્સાઇઝ પોલિસીનું સંચાલન કરતા હતા.