અતિ આધુનિક ઇન્ફ્રાજસ્ટ્રેકચરથી નિર્મિત ૩ માળની બિલ્ડીંગ
હોસ્પિુટલમાં કાયચિકિત્સા્, શલ્ય તંત્ર, સ્ત્રી રોગ, પંચકર્મ વિભાગ, શાલક્યતંત્ર, ફિઝીયોથેરાપી વિભાગ કાર્યરત હશે.
દર્દિઓ માટે ૧૦૦ બેડ સાથે ઇમરજન્સી સારવારની સુવિધા
નિષ્ણાત ડોક્ટરો દ્વારા તમામ નિદાન – સારવાર દવા નિશુલ્ક ઉપલબ્ધ થશે. સોરઠવાસીઓની આરોગ્ય વિષયક સુવિધામાં થશે વધારો.
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લા તથા આસપાસના વિસ્તાારના લોકો માટે આરોગ્ય વિષયક સેવામાં વધારો થશે. જૂનાગઢ ખાતે તા.૩ જાન્યુઆરીથી ડો.સુભાષ આયુર્વેદીક અને જનરલ હોસ્પિટલ કાર્યરત થનાર છે. જેમાં નિષ્ણાતત ડોક્ટરો દ્વારા જનરલ અને આયુર્વેદિક સારવાર, નિદાન,દવા ની સેવા નિશુલ્ક પ્રાપ્ત થશે. આ હોસ્પિટલ મુખ્યમંત્રીશ્ ભુપેન્દ્રભાઇ પટેના હસ્તે જૂનાગઢની જનતાને સેવાર્પિત કરાશે.
- Advertisement -
સૌરાષ્ટ્રાના અગ્રણી કેળવણીકાર પેથલજીભાઇ ચાવડા નિર્મિત ડો.સુભાષ એકેડેમી સંલગ્ન વિવિધ શૈક્ષણિક સંસ્થા ઓનો વાર્ષિકોત્સેવની ઉજવણી થનાર છે. જેના ભાગરૂપે સોરઠવાસીઓ માટે ડો.સુભાષ કેમ્પગસ, ખામધ્રોળ રોડ ખાતે ડો.સુભાષ આયૂર્વેદિક અને જનરલ હોસ્પિાટલ નવનિર્માણ પામી છે. અતિ આધુનિક ઇન્ફ્રાકસ્ટ્રસકચર થી સજ્જ અને વિવિધ વિભાગમાં નિષ્ણા ત ડોક્ટરર્સની સેવાનો લાભ લોકો નિશુલ્ક લઇ શકશે.
આ તકે માણાવદર મતવિસ્તાપરના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, તા.૩ જાન્યુઆરીના રોજ આ અદ્યતન હોસ્પિાટલનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર્ભાઇ પટેલ તેમજ સાંસદ સી.આર.પાટીલની ઉપસ્થિસતિમાં યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સાંસદ સી. આર. પાટીલની ઔષધિ તુલા કરવામાં આવશે જે ઔષધિઓ નો ઉપયોગ આયુર્વેદ મેડિકલ કેમ્પ દરમિયાન જરૂરિયત મંદ દર્દિઓ માટે નિઃશુલ્ક કરવામાં આવશે.
તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, હોસ્પિતટલમાં જનરલ વિભાગ, સર્જરી વિભાગ બાળરોગ, સ્ત્રી રોગ, પ્રસુતિ વિભાગ, પંચકર્મ, શાલક્યતંત્ર, સ્વશસ્થસવૃત અને યોગા વિભાગ, ફીઝીયોથેરાપી વિભાગ કાર્યરત છે. દર્દીઓ માટે ૧૦૦ બેડની સુવિધા અત્યાધુનિક ઓપરેશન થીયેટર, સ્ત્રીર પ્રસુતી વિભાગ, ઇમરજન્સીમ સારવાર, એમ્બ્યુલન્સુ અને લેબોરેટરીની સુવિધા બાળકો માટે સુવર્ણપ્રાસાનની સુવિધા, પુરૂષ અને મહિલા માટે અલગ વોર્ડ વગેરે તમામ પ્રકારના નિદાન સારવાર અને દવા નિશુલ્ક આપવામાં આવશે.