માધવપુર મેળાની ભવ્ય તૈયારીઓ: વર્ષ 2025નો માધવપુરનો મેળો ભવ્ય અને દિવ્ય રહેશે: કલેકટર
યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગોના સંકલનથી 1600 કલાકારોની પ્રસ્તુતિની તૈયારીને લઈને સમગ્ર ઘેડ પંથકમાં ઉત્સાહનો માહોલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
માધવપુર મેળાની ભવ્ય તૈયારીઓ પૂર્ણતાના આરે છે . રાજ્ય સરકારના માર્ગદર્શનમાં જિલ્લાની ટીમ દ્વારા મેળાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને આ વર્ષનો મેળો ભવ્ય અને દિવ્ય રહેશે તેમ કલેક્ટર એસ.ડી ધાનાણીએ પત્રકારોને જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા. 6 એપ્રિલના રોજ સાંજે 6 વાગે મેળાનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત આ ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, મંત્રી મુળુભાઈ બેરા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, ભગવાનજીભાઈ કરગઠીયા, કાંધલભાઈ જાડેજા સહિત આસપાસના વિસ્તારોના ધારાસભ્યો અને મહાનુભાવો ઉપરાંત ઉત્તર પૂર્વ રાજ્યોના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. માધવપુરના મેળા માટે લોક સુવિધા અને વ્યવસ્થાઓ ને સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમ માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પ્રશાસનને રાજ્ય સરકારનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે. યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગોના સંકલનથી 1600 કલાકારોની પ્રસ્તુતિની તૈયારીને લઈને સમગ્ર ઘેડ પંથકમાં ઉત્સાહનો માહોલ છે. ભવ્ય મેળાની મુલાકાત લેવા કલેક્ટર એસ.ડી ધાનાણીએ લોકોને અનુરોધ કર્યો છે. મેળામાં 200થી વધુ સ્ટોલ ઉત્તર પૂર્વ અને ગુજરાતના કારીગરો માટે રોજગારીનું માધ્યમ બનશે.માધવપુરમાં” આનંદ નગરી નું નિર્માણ”જ્યાં ચકડોળ સહિત મનોરંજનના સ્ટોલ રહેશે.માધવપુર મેળામાં ઉત્તરપૂર્વની સ્વાદિષ્ટ વાનગીઓનો ફૂડ ઝોન-માધવપુરના બીચ ઉપર રમતો રમાશે સ્ટેડિયમ આકારના ગ્રાઉન્ડ ઉપર પહેલા કલાકારોની પ્રસ્તુતિ પછી રોજ રાત્રે ભવ્ય ડાયરો યોજાશે.
મેળામાં 1200 પોલીસ હોમગાર્ડ સહિતની સ્ટાફની સુરક્ષા પોલીસ બંદોબત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને આનંદ નગરી ખાતે કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે. મેળામાં આવનાર લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા મેળા ગ્રાઉન્ડ પરિસરમાં જુદા જુદા વિભાગોમાં અંદાજિત 10 થી 12 સ્ટોલ બનાવી 20 લીટર જગ દ્વારા શુધ્ધ પીવાનું પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ હેલિપેડ, જાહેર પાર્કિંગમાં પીવાના પાણી વ્યવસ્થા કરવામાં આવી છે. પોરબંદર અને રાજકોટ જુનાગઢ ભાવનગર હિંમતનગરની 10 ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા માધુપુર ખાતે પધારનાર મહાનુભવો તેમજ માધુપુર મેળામાં ફૂડ સ્ટોલનું ચેકિંગ કરવામાં આવશે તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પોરબંદર ની ફૂડ સેફ્ટી વન સમગ્ર મેળામાં જનજાગૃતિ અંગેના અવનેશ કાર્યક્રમ તેમજ ટ્રેનિંગ પ્રોગ્રામ કરવામાં આવશે. માધવપુરના મેળામાં ત્રણ દિશામાં વિશાળ જનરલ પાર્કિંગ એરીયા રાખવામાં આવ્યા છે જેમાં માધવપુર પોરબંદરથી આવતાં લોકો સરકારી દવાખાના સામેની સાઈટના પાર્કિંગ પોઈન્ટમાં વાહનો પાર્ક કરી શકશે. પાર્કિંગ માટે જગ્યાઓ ભાડે લઈ અને લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
- Advertisement -
માંગરોળ- કેશોદ તરફનાં રોડ પરથી આવતા નાગરિકો માટે મૂળમાધવપુર ખાતે પાર્કિંગ પોઈન્ટમાં વાહનો પાર્ક કરી શકશે અને ઘેડ વિસ્તારમાંથી આવતા લોકો માટે મધુવન સાઈટના વિસ્તારમાં રૂક્ષ્મણી મંદિર પાસે પાર્કિંગ એરીયા બનાવવામાં આવ્યો છે અને યોગ્ય ટ્રાફિક નિયમન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.જિલ્લામાં મેળો માણવા માટે આવતા લોકોને સરળતા પડે તે માટે માધવપુર મેળામાં સ્પેશિયલ બસો મુકવામાં આવી છે. તેથી લોકોને આવવા જવા માટે સરળતા રહેશે. પોરબંદર અને આસપાસના જિલ્લા વિસ્તારો વિસ્તારોમાંથી લોકોને આવવા જવા માટે તંત્રને રોજ 80 બસ ફાળવવામાં આવી છે. આમ કુલ 240 બસ ફાળવવામાં આવશે.
આરોગ્ય વિભાગ દ્વારા મેળા પરિસરમાં જ સારવારની વ્યવસ્થાઓ કરાઈ
મેળામાં આવનાર લોકોની આરોગ્ય કાળજી લેવા માટે તંત્ર સજ્જ બન્યું છે. મેળામાં અલગ અલગ પોઈન્ટ પર ચાર મેડિકલ સારવાર કેન્દ્ર ઊભાં કરવામાં આવ્યાં છે જ્યારે મેળો માળનાર કોઈ લોકોને મેડિકલ ઇમરજન્સી ઊભી થાય ત્યારે સમયસર યોગ્ય સારવાર મળી રહે તે માટે તંત્રએ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.ભાવસિંહજી હોસ્પિટલ દ્વારા મેડીકલ કોન્વેમાં 1 આઈ.સી.યુ સાથે એમ્બ્યુલન્સ અને 4 એમ્બ્યુલન્સ માધવપુર ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવશે તેમજ આરોગ્યની ઇમરજન્સી ઊભી થાય તે માટે માધવપુર સી.એચ.સી ખાતે બેઝ હોસ્પીટલ તૈયાર કરવામાં આવી છે જ્યાં એમ.ડી ફીઝીશીયન. એમ.ડી એનેસ્થેટિક.એમ.એસ. સર્ઝન જેવા સેપેશ્યાલીસ્ટ ડોક્ટરો દ્વારા સારવાર કરવામાં આવશે અને ઈમરજન્સીમાં બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા માટે એક બ્લડ સ્ટોરેજ યુનિટ તૈયાર રાખવામાં આવશે. જિલ્લા પંચયાત આરોગ્ય વિભાગ દ્વારા માધવપુર મેળાનાં નવા સી.એચ.સી સામે પાર્કિંગ એરિયામાં ખાતે 1 ટીમ માધવરાયજી મંદિર પાસે 1 ટીમ , શેઠ એન.ડી.આર હાઈસ્કુલ પાસે 1 ટીમ અને ચોરી માયરા ખાતે 1 ટીમ એમ કુલ 4 ટીમો જુદા-જુદા પોઈન્ટ પર 24સ 7 સમય માટે મેડીકલ સેવાઓ આપવા આપવામાં આવશે.
1200થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે
માધવપુરના વાર્ષિક મેળાને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેળામાં વી.વી.આઈ.પી. મહેમાનોની અવરજવર રહેતી હોવાથી સુરક્ષા દૃષ્ટિએ ખાસ કાળજી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મેળામાં સાત ડીવાયએસપી (ઉઢજઙ) સહિત કુલ 1200થી વધુ પોલીસ જવાનો ખડેપગે બંદોબસ્ત માટે તૈનાત રાખવામાં આવશે. સાથે જ અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ પણ મદદરૂપ રહેશે.