રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મુખ્યમંત્રીનાં નિવાસ સ્થાને મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ સહિતનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યભરનાં ગેમઝોન સંદર્ભે નિયમો બનાવવા અને જરૂર પડ્યે વટહુકમ બહાર પાડવા ચર્ચા કરાઈ હતી.
સીએમ બંગલે મળી રહેલી મીટીંગમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, ડીજીપી સહીતના અનેક ટોચના અધિકારીઓ-મંત્રીઓ હાજર છે.સમગ્ર દેશમાં આગકાંડે હાહાકાર મચાવ્યા બાદ તાત્કાલી રીતે કેટલાક અધિકારીઓને નોકરીમાંથી કાઢી મુકાયા છે. હજુ આગામી દિવસોમાં વધુ કડક પગલા લેવાશે એ પણ નિશ્ચિત છે.
- Advertisement -
નિયમોમાં સુધારો કરાશે
દરમિયાનમાં આજથી અમદાવાદ સહીતના રાજ્યના કોઈપણ શહેરમાં આ પ્રકારના ગેમઝોનને ચાલુ રાખવા દેવામાં આવશે નહી. સરકારી તંત્ર હવે કોઈ ચાન્સ લેવા માગતુ નથી. ભવિષ્યમાં રાજકોટ જેવી કોઈ દૂર્ઘટના ન બને તે માટેની તમામ સાવચેતી રાખવા શું કરી શકાય તેની ચર્ચા ચાલી રહી છે. જો તાત્કાલીક નિયમો ઘડી શકવાનુ શક્ય ન હોય અને આના માટે કાયદામાં જ સુધારો કરવાનો જરૂરી લાગશે કે નવો કાયદો ઘડવો પડશે તો તેની પણ સરકારની તૈયારી છે. પરંતુ તેના માટે વિધાનસભાનુ સત્ર બોલાવવુ પડે. એટલો સમય રાહ જોવી શક્ય નથી. જેથી સરકાર આ સંદર્ભમાં વટહુકમ લાવીને પણ ગુજરાતના તમામ ગેમઝોનને પોતાના તાબા હેઠળ લાવીને જાતજાતના અંકુશ લાદી દઈ શકે છે.