ખાસ-ખબર ન્યૂઝ સોમનાથ
સોમનાથ ખાતે સોમનાથના ટ્રસ્ટી જે. ડી.પરમાર સાહેબ અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબે મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ વડે સ્વાગત અભિવાદન કર્યું. મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન અને ગંગાજળ અભિષેક કરી શ્રી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અને પુષ્પમાળા અર્પણ કરી. મુખ્યમંત્રી સાથે પ્રવાસન મંત્રી મુળુભાઇ બરાએ સોમનાથ મહાદેવની સોમેશ્ર્વર પૂજા કરી ધન્યતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.
CM ભુપેન્દ્ર પટેલ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા
