ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં મહેશનગરમાં ભુગર્ભ ગટરની લાઈન અને પાણીની લાઈન બાકી હોવા છતાં મેઈન રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે ત્યારે મહત્વનુ છે કે આ બાબતે જવાબદાર કોન્ટ્રાક્ટરનાં માણસો દ્વારા કોઈ ઉચીત જવાબ પણ મળેલ નથી અને મહાનગરપાલિકાએ રૂબરૂ જઈ રજૂઆત કરવી તેવું જણાવેલ છે, જો કે સ્થાનિક લોકોએ હોબાળો મચાવી રજુઆત કરી હતી કે વારંવાર રસ્તાઓ બનાવવામા આવે અને તોડવામાં આવે તે પહેલાં જ યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી બાબત છે.
- Advertisement -
જો કે સ્થાનિક જાગૃત નાગરિક દ્રારા રજુઆત કરવામાં આવેલ છે કે મેઈન રોડ બનાવતા પહેલા જ ભુગર્ભ ગટર અને પાણીની લાઈન નાખ્યા બાદ જ કામગીરી હાથ ધરવામાં આવે. હાલ મહાનગર પાલિકાનાં અણધડ વહીવટને કારણે જનતાના રૂપિયાનો સમયનો પણ વ્યય થાય છે અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. મહત્વનુ છે કે 22 વર્ષ થી મહાનગરપાલિકાનો દરજ્જો તો મળેલ છે આમ છતાં પણ તંત્ર દ્વારા આવશ્ર્યક સેવા પાણી અને ભુગર્ભ ગટરની સુવિધાઓથી આ વિસ્તારને વંચિત રાખવામાં આવેલ છે અને તગડા ટેક્ષ પણ ઉઘરાવવામાં આવી રહ્યાં છે ત્યારે આ વિસ્તારમાં પણ યોગ્ય કામગિરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.