સોરઠ પંથકના વાતાવરણમાં આવ્યો પલ્ટો : વરસાદની સંભાવના
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ફરી ઉંચકાયો હતો અને લોકો અસહ્ય બફારાથી લોકો અકળાઈ ઉઠ્યા છે ત્યારે આજે સવારથી ઢાબરયું વાતાવરણ જોવા મળ્યું છે આકાશ વાદળોથી ઘેરાયેલ જોવા મળ્યું છે અને સાંજ સુધી વરસાદ પાડવાની સંભાવના જોવા મળી રહી છે.
- Advertisement -
જયારે ચોમાસાનું આગમન હોઈ તેમ ગિરનાર પર્વત જાણે વાદળથી વાતું કરતો હોઈ તેવા અદભુત દ્રશ્યો જોવા મળ્યા હતા તેની સાથે તેજ ઠંડા પવન ફુંકાતા પ્રવાસીઓએ ઠંડકની એહસાસ કર્યો હતો ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે નેઋત્ય ચોમાસુ એક અઠવાડિયું વેહલું બેસી ગયું છે અને કેરલ, ગોવા સાથે મુંબઈમાં વરસાદ વરસ્યો છે ત્યારે હવે ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની સિસ્ટમ સક્રિય થઇ છે ત્યારે હવે સોરઠ પંથકના વાતાવરણમાં પલટો આવતા વરસાદનું આગમન થવાના એંધાણ વર્તાય રહ્યા છે અને ધરતીપુત્રો વાવણી લાઈક સારો વરસાદ વરશે ત્યાર બાદ વાવણી કાર્ય શરુ કરશે.