સોરઠના વાતાવરણમાં અચાનક પલટો આવતા તાપમાન 39 ડિગ્રી થયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ એક દિવસ પેહલા તાપમાન 42 થી 43 ડિગ્રી નોંધાતા આકરી ગરમી પડતા જનજીવન પર અસર જોવા મળી હતી અને ભારે ગરમીના કારણે લોકો અકળાઈ ઉઠ્યા હતા જોકે ગત રોજ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પ્રતિ કલાક 7 કિમિ ઝડપે પવન ફુંકાયો હતો જયારે આજે સવારથી ઠંડા પવનના સુસવાટા સાથે આકાશમાં વાદળો જોવા મળ્યા હતા અચાનક વાતાવરણ પલટાતા લોકોએ ગરમીથી આશિંક રાહત મળી હતી અને 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું.
- Advertisement -
જૂનાગઢ શહેર સહીત સોરઠ પંથકમાં 7 કિમિ ઝડપે પવન ફુંકાયો હતો જયારે ગીરનાર પર્વત આજે 70 કિમિની ઝડપે પવન ફુંકાતા ગીરનાર રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જયારે ગઈકાલે પણ ભારે પવનના કારણે રોપ-વેમાં સફર કરવા આવતા યાત્રીકોને અંબાજી મંદીર સુધી વન-વે ટિકિટ આપવામાં આવી હતી તેનું કારણ હતું કે, પવન ગતિ વધે તો રોપ-વે બંધ કરવો તેવો કંપની તરફથી નિર્ણય કર્યો હતો જયારે આજે તો સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. આમ હવામાન વિભાગના કેહવા મુજબ આવું વાતાવરણ બે દિવસ રહેશે અને ફરી ગરમીનો પારો ઉંચકાશે જોકે હાલથી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટતા લોકો ભારે ગરમીથી આશિંક રાહત મળી છે.



