જૂનાગઢ સરકારી પોલીટેકનીક કોલેજમાં આંદોલન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢ ખડીયા નજીક આવેલ સરકારી પોલીટેકનીક કોલેજમાં કોમ્પ્યુટર ઇજનેર વિભાગમાં કાયમી પ્રોફેસરના મામલે સતત બીજા દિવસે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. જેથી વિદ્યાર્થીઓએ મંગળવારે એબીવીપીના કાર્યકર્તાઓને સાથે રાખી પ્રિન્સિપાલની ઓફીસમાં એક કલાક હોબાળો મચાવ્યો હતો.
- Advertisement -
સરકારી પોલિટેકનિક કોલેજના આંદોલન કરતા વિદ્યાર્થીઓની આપ નેતા રેશ્મા પટેલે મુલાકાત લીધી અને જવાબદાર મેનેજમેન્ટને મળીને પ્રશ્ર્નના સમાધાનની રજૂઆત કરી હતી આ સરકારી પોલિટિકલ એન્જિયનર કોલેજના કમ્પ્યુટર એન્જિનિરીંગ કરતા વિદ્યાર્થીઓની સમસ્યાના લાંબા ગાળે સમાધાનના આવતા વિદ્યાર્થીઓ આંદોલન ચાલુ કર્યું વિદ્યાર્થીઓની માંગ એવી હતી કે અમને કાયમી પ્રોફેસર જોઈએ છે. જો એ મળવાપાત્ર ન હોય તો આ કોમ્પ્યુટર બ્રાન્ચ બંધ કરો કારણ કે અઢી વર્ષથી વિઝીટ લેક્ચરર થકી લેકચર લેવાય રહ્યા છે. જ્યારે પણ અમે આચાર્યને રજૂઆતો કરીએ છીએ ત્યારે થઇ જશે તેવા ઠાલા વચનો જ મળી રહ્યા છે. મંગળવારે વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ ઓફીસમાં રજૂઆત કર્યા બાદ કોલેજમાં રેલી કાઢી કોમ્પ્યુટર બ્રાન્ચ બંધ કરો તેવા નારા ઉચ્ચાર્યા હતા.