કુલ 7.56 લાખની પુરસ્કાર રકમ વિજેતાઓનાં બેંક ખાતામાં જમા કરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં સૌપ્રથમ વાર આયોજિત લાઈવ સ્પોર્ટ ક્લાઇમ્બીંગ ભાઈઓ બહેનોની સ્પર્ધાનું સમાપન થયું છે. જેમાં અંતે વિજેતા ખેલાડીઓને મેડલ -પ્રમાણપત્ર આપવાની સાથે કુલ રૂપિયા 7.56 લાખના પુરસ્કાર સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા હતા.
- Advertisement -
ચોકી સોરઠ ખાતે 11માં ખેલ મહાકુંભ હેઠળ આયોજિત આ સ્પર્ધામાં અંડર 14, 17 અને ઓપન એઈજ જૂથમાં સ્પીડ ક્લાઇમ્બીંગ, લીડ ક્લાઇમ્બીંગ અને બોલ્ડરીંગ રાજ્યભરના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ખેલ મહાકુંભની રાજ્ય કક્ષા સ્પોર્ટ ક્લાઈમ્બીંગ સ્પર્ધામાં અંડર 14 લીડ ક્લાઈમ્બીંગ સ્પર્ધા ભાઈઓમાં પ્રથમ પટેલ હેત (અમદાવાદ શહેર), બહેનોમાં પ્રથમ ભટ્ટ હાર્દી સુરત શહેર, અંડર 14 સ્પીડ ક્લાઈમ્બીંગ સ્પર્ધા ભાઈઓમાં પ્રથમ પટેલ હેત (અમદાવાદ શહેર), બહેનોમાં પ્રથમ દરજી ઉર્જા (અમદાવાદ શહેર), અંડર 14 બોલ્ડરીંગ સ્પર્ધા ભાઈઓમાં પ્રથમ ઝાપડીયા વરૂન (રાજકોટ ગ્રામ્ય) , બહેનોમાં પ્રથમ ભટ્ટ હાર્દી (સુરત શહેર) , અંડર 17 લીડ ક્લાઈમ્બીંગ સ્પર્ધા ભાઈઓમાં પ્રથમ ગોસ્વામી દર્શીન (સુરત શહેર), બહેનોમાં પ્રથમ કિડીયા ટીંકલ (રાજકોટ ગ્રામ્ય) , અંડર 17 સ્પીડ ક્લાઈમ્બીંગ સ્પર્ધા ભાઈઓમાં પ્રથમ ગઢીયા વિનય સુરત શહેર, બહેનોમાં પ્રથમ કિડીયા ટીંકલ (રાજકોટ ગ્રામ્ય), અંડર 17 બોલ્ડરીંગ સ્પર્ધા ભાઈઓમાં પ્રથમ ગોસ્વામી દર્શીત (સુરત શહેર), બહેનોમાં પ્રથમ મકવાણા વર્ષાબેન (રાજકોટ ગ્રામ્ય),ઓપન એજ લીડ ક્લાઈમ્બીંગ સ્પર્ધા ભાઈઓ પ્રથમ બાવળીયા મહેશ (બોટાદ), બહેનોમાં પરમાર આરતિબેન (ભાવનગર ગ્રામ્ય), ઓપન એજ સ્પીડ ક્લાઈમ્બીંગ સ્પર્ધા ભાઈઓ પ્રથમ ગોહીલ દેવરાજ (ભાવનગર ગ્રામ્ય) , બહેનોમાં પ્રથમ ભમ્મર રાણું , ઓપન એજ બોલ્ડરીંગ સ્પર્ધા ભાઈઓ પ્રથમ રાદડીયા યોગી (જામનગર શહેર) , બહેનોમાં પ્રથમ સુતરીયા હેત્વીબેન (રાજકોટ શહેર) વિજેતા થયેલ છે.