-20 વર્ષનો રેકોર્ડ તૂટશે
વરસાદમાં 100 ટકાની ખાદ્ય: પ્રવાસીઓનો પ્રવાહ થંભી ગયો
જાન્યુઆરીનુ પ્રથમ સપ્તાહ ખત્મ થવા છતાં પર્વતીય-પ્રવાસન રાજય એવા હિમાચલ પ્રદેશમાં વરસાદ કે હિમવર્ષા ન થતા દુષ્કાળનું જોખમ સર્જાયુ છે અને છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તુટવાની ભીતિ છે. ચાલુ મહિનામાં વરસાદનો એક છાંટો પણ પડયો નથી. વરસાદની 100 ટકાની ખાદ્ય છે.આવી જ હાલત રહેવાનાં સંજોગોમાં 2007 નો રેકોર્ડ તૂટી શકે છે. જયારે વરસાદની 99 ટકાની ખાદ્ય હતી.
- Advertisement -
હવામાન વિભાગનાં ડાયરેકટર સુરેન્દ્ર પોલે જણાવ્યું હતું કે, અલનીનો ઈફેકટને કારણે ચોમાસાની વર્તમાન સીઝનમાં પ્રભાવ પડી રહ્યો છે. આ સિવાય બંગાળની ખાડીનાં વાવાઝોડાની પણ સીધી અસર છે. ચાલુ જાન્યુઆરી મહિનામાં હિમવર્ષા થવાની સંભાવના ઘણી ઓછી છે. માત્ર ઉંચા પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે.
બાકી સીમલા જેવા શહેરોમાં બરફની શકયતા એકદમ ધુંધળી છે. હિમવર્ષા માણવા આવતા પ્રવાસીઓને નિરાશ જ થવુ પડે તેમ છે.વરસાદ કે હિમવર્ષા ન થવાના સંજોગોમાં ગાઢ ઘુમ્મસમાંથી છૂટકારો પણ નહિં મળે.એટલે પ્રવર્તમાન સમસ્યા યથાવત રહી શકે છે.
હિમાચલમાં મજબુત વેસ્ટર્ન ડીસ્ટબન્સ એકટીવ થતુ નથી. રાજયમાં તાપમાન નોર્મલ હોવાને કારણે રોગચાળો દેખાવા લાગ્યો છે. જલવાયુ પરિવર્તનની અસરે આ સ્થિતિ છે. રાજયમાં પાણીના સ્ત્રોત સુકાવા લાગ્યા છે. પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. હોટેલ ઓકયુવન્સી રેટ માત્ર 20 ટકા રહી ગયો છે.
- Advertisement -
જાન્યુઆરીમાં વરસાદ કે હિમવર્ષા ન થવાના સંજોગોમાં ખેતીને પણ મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.