એલિયન એટલે કે બાહ્યાવકાશી જીવોમાં માનવજાતને હંમેશથી વિશેષ રસ રહ્યો છે. વિશાળ બ્રહ્માંડમાં એકમાત્ર આપણી પૃથ્વી પર જ જીવન ખીલ્યું હોય, એવું માની લેવાનું કોઈ કારણ નથી. એની સાબિતીરૂપ શોધો અવારનવાર થતી રહે છે. તાજેતરમાં આવી જ એક શોધ સામે આવી છે. ભારતીયો માટે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે એ શોધનું શ્રેય એક ભારતીય વિજ્ઞાનીને મળી રહ્યું છે. આપણા સૂર્યમંડળ બહાર પણ જીવન હોવાનો પહેલી જ વખત મજબૂત સંકેત મળ્યો છે. આવો સંકેત પૃથ્વીથી 124 પ્રકાશ વર્ષ દૂરના અંતરે ઘૂમતા કેટુ-18બી સંજ્ઞા ધરાવતા એક્ઝોપ્લેનેટ(સૂર્યમંડળ બહારના ગ્રહને એક્ઝોપ્લેનેટ કહેવાય છે) પરથી મળ્યો છે. આ મહત્વનું સંશોધન અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા થયેલા કેટુ-18બી એક્ઝોપ્લેનેટના નિરીક્ષણના આધારે થયું છે. ભારતીય મૂળના ખગોળશાસ્ત્રી અને હાલ કેમ્બ્રીજ યુનિવર્સિટી (બ્રિટન)માં એસ્ટ્રોફિઝિસિસ્ટ તરીકે ફરજ બજાવતા પ્રો.નીક્કુ મધુસુદન અને તેમની ટીમ દ્વારા રજૂ થયેલા સંશોધનપત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા કેટુ-18બી ગ્રહના વાતાવરણમાં ડાયેમેથાઇલ સલ્ફાઇડ (ડીએમએસ) અને ડાયમેથાઇલ ડિસલ્ફાઇડ (ડીએમડીએસ) એવાં બે રસાયણોનાં તત્વો હોવાનો સંકેત મળ્યો છે. મહત્વનું પાસું એ છે કે આ બંને પ્રકારનાં રસાયણનાં તત્વો ફક્ત પૃથ્વી પરના જીવ દ્વારા જ ઉત્પન્ન થાય છે. ખાસ કરીને પૃથ્વી પરનાં સમુદ્રી જીવો દ્વારા જ આ બંને પ્રકારનાં રસાયણનાં તત્વો ઉત્પન્ન થાય છે. પૃથ્વી પર આવાં જીવન તત્વ અલ્ગી(શેવાળ) સ્વરૂપનાં હોય છે. જોકે પ્રો.નીક્કી મધુસુદને એવી સ્પષ્ટતા પણ કરી છે કે અમારું આ સંશોધન કાંઇ સચોટ પુરાવો નથી.અમે અમારા સંશોધનમાં બહુ કાળજી રાખીને આગળ વધી રહ્યા છીએ.
આમ છતાં કેટુ-18બી ગ્રહના વાતાવરણમાંથી જે બે રસાયણનાં તત્વો હોવાનો સંકેત મળ્યો છે તેના દ્વારા આપણી સૌરમાળા બહાર પણ જીવ હોવાનો મજબૂત સંકેત તો જરૂર છે. ઉપરાંત, આ ગ્રહ હાયશન( હાયશન શબ્દ હાઇડ્રોજન અને ઓશન એમ બે શબ્દ પરથી આવ્યો છે) છે. એટલે કે કેટુ-18બી ગ્રહ જળથી ઘેરાયેલો હોવાની અને તેના વાતાવરણમાં હાઇડ્રોજનનું પ્રમાણ પણ હોવાની પૂરી શક્યતા છે. આમ તો કેટુ-18બી એક્ઝોપ્લેનેટની શોધ 2015માં નાસાના કેપ્લર સ્પેસ ટેલિસ્કોપ દ્વારા થઇ છે. કેટુ-18બી ગ્રહનું દળ આપણી પૃથ્વીના દળ કરતાં નવ ગણું વધુ છે. જ્યારે આ ગ્રહ કદમાં પૃથ્વીના કદ કરતાં બમણો મોટો છે. આ ગ્રહ તેના પિતૃ તારાથી હેબિટેબલ ઝોન(જીવન પાંગરવાની શક્યતા ધરાવતો વિસ્તાર)માં છે. આ પિતૃ તારો કૂલ રેડ ડ્વાર્ફ છે અને આપણા સૂર્યના કદ કરતાં અડધા કદનો છે. ‘નીયર-ઈન્ફ્રારેડ ઇમેજર ઍન્ડ સ્લિટલેસ સ્પેક્ટ્રોગ્રાફ’ (ગઈંછઈંજજ) અને ‘નીયર-ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોગ્રાફ’ (ગઈંછજાયભ) જેવા ઉંઠજઝ સાધનોએ આ શોધમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. ઊં2-18બ પર ‘ડાયમિથાઇલ સલ્ફાઇડ’(ઉખજ)ના સંભવિત નિશાન મળી આવ્યા છે. ઉખજ એક એવો મોલેક્યુલ છે જે ખાસ કરીને દરિયાઈ ફાયટોપ્લાંકટન જેવા જીવંત ઓર્ગેનિઝમ દ્વારા ઉત્પન્ન થાય છે. આ શોધ ઉત્સાહવર્ધક તો છે, પણ વિજ્ઞાનીઓ હજુ ઉતાવળે કોઈપણ દાવો કરવા માંગતા નથી. આ બાબતે નાસાએ ભારપૂર્વક કહ્યું છે કે, અમારે વધુ ડેટાની જરૂર છે. ઊં2-18બના વાતાવરણમાં ઉખજ ખરેખર નોંધપાત્ર માત્રામાં હાજર છે કે નહીં, એની પુષ્ટિ આગામી વેબ અવલોકનો પછી જ કરી શકાશે. વિજ્ઞાનીઓનો એક વર્ગ એવું પણ માને છે કે, બની શકે કે જીવન સાથે સંબંધિત ન હોય તેવી પ્રક્રિયાઓ દ્વારા ઉખજ ઉત્પન્ન થતું હોય. રસાયણશાસ્ત્રની કોઈ એવી પ્રક્રિયા થકી જેનાથી આપણે આજ સુધી અજાણ છીએ.
- Advertisement -
ડૉ. નિક્કુ મધુસૂદન કોણ છે?
ભારતીય મૂળના ડૉ. નિક્કુ મધુસૂદન IIT-BHU અને MITના સ્નાતક છે. તેમણે યેલ, પ્રિન્સટન અને કેમ્બ્રિજ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓના સંશોધનોમાં વિશેષ ભૂમિકા ભજવી છે. તેઓ ‘બાહ્યગ્રહીય વાતાવરણ, આંતરિક ભાગો અને બાયોસિગ્નેચર’(exoplanetary atmospheres, interiors, and biosignatures) વિષયના નિષ્ણાત છે. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એસ્ટ્રોફિઝિક્સ ભણાવે છે. તેમની ટીમ JWSTનો ઉપયોગ કરીને K2-18નો અભ્યાસ ચાલુ રાખશે. 2029માં યુરોપિયન સ્પેસ એજન્સીનું એરિયલ મિશન લોન્ચ થવાનું છે. એમાં K2-18b જેવા બાહ્ય ગ્રહોના વાતાવરણની તપાસ કરાશે.