મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણીના ઉપલક્ષમાં આયોજિત સફાઈ અભિયાનમાં 2.1 ટન કચરો એકઠો કરાયો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર છાંયા સંયુક્ત નગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણીના ઉપલક્ષમાં આયોજિત સફાઈ અભિયાનમાં 2.1 ટન કચરો એકઠો કરાયો હતો. પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે સફાઈ અભિયાનનું આયોજન પોરબંદર સહિત રાજ્યભરમાં થઈ રહ્યું છે.
- Advertisement -
સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાનના કાર્યક્રમો જોવામાં આવી રહ્યા છે. પોરબંદર છાંયા સંયુક્ત નગરપાલિકા દ્વારા ચોપાટી બીચ ખાતે બીચ ક્લીનઅપ ઝુંબેશ યોજાઇ હતી. ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ધ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ, શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ અને સીમા જાગરણમંચ સૌરાષ્ટ્ર પ્રાંતના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન-અપ ડે 21મી સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 7:00 કલાકે પોરબંદર ચોપાટી બીચ ખાતે બીચ ક્લીનઅપ ઝુંબેશમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી સહિત જોડાયા હતા.