ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદર જિલ્લામાં તા.15.સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયાના ભાગરૂપે ઇન્ડિયન સ્વચ્છતા લીગ 20, સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું ઉદઘાટન કરવાની સાથે કુતિયાણા નગરપાલિકા દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે કુતિયાણા નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારો સહીત બાગ બગીચામાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી