ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ 2જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત 2.0 ની કામગીરી અને પ્રાધન્યતાને ધ્યાને લઈને સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ હાથ ધરવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે આઈસીડીએસ શાખા, જીલ્લા પંચાયત જૂનાગઢના તાબા હેઠળની તમામ આંગણવાડીમાં માન.કલેકટર તથા જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આજરોજ સ્વચ્છતા હી સેવા અંતર્ગત 1200થી વધુ આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડીની અંદર અને બહાર સ્વચ્છતા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 10 ઘટક 50થી વધુ મુખ્ય સેવિકાઓ અને 2000થી વધુ આંગણવાડી કાર્યકર તથા તેડાગર દ્વારા આ સ્વચ્છતા મહાઅભિયાનમાં ભાગ લઈ આંગણવાડીઓની સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.