રાજકોટ મહાનગરપાલિકાની વોટર મેનેજમેન્ટ યુનિટના રૈયાધાર ઝોન હસ્તકના ન્યારા ઓફટેક પમ્પીંગ સ્ટેશન ખાતે 4 એમ.એલ. કેપેસીટીના રો-વોટરસંપમાંથી આલ્ગી/વનસ્પતિજન્ય અવશેષો/સ્લજ દૂર કરવાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તમામ કામગીરી દરમ્યાન શહેરની જાહેર જનતાને કોઈ અગવડ ન પડે તેવા શુભ આશયથી કોઈ પણ પ્રકારનુ શટ-ડાઉન રાખ્યા વિના, રો-વોટરસંપની સફાઈ કામગીરી પૂર્ણ કરેલ છે.આ સમગ્ર કામગીરી વોટર મેનેજમેન્ટ યુનિટની ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવેલ હતી.
ન્યારા પમ્પિંગ સ્ટેશનના રો-વોટર સંપની સફાઈ શટ-ડાઉન વગર કરાઇ

Follow US
Find US on Social Medias