ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ” હી સેવા અભિયાન” અંર્તગત સ્વચ્છતા હી સેવા અભિયાન જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના જાહેર સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.વિસાવદર નગરપાલિકા દ્રારા મેઈન બજાર, કાલસારી રોડ, રેલવે સ્ટેશન રોડ ,જુની બજાર રોડ વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત વોર્ડ નં. 3 ડાક બંગ્લા પ્લોટ વિસ્તાર તેમજ ગંજીવાડા વિસ્તારમાં આવેલ રહેંણાક વિસ્તારમાં સફાઈ યોજાઈ હતી. તેમજ નાગરિકોને સ્વછતા જાળવવા અનુરોધ કર્યો હતો.